રશિયાની વેક્સિન Sputnik Vને લઇ મોટા સમાચાર, SII કરશે 300 મિલિયનથી વધું ડોઝનું ઉત્પાદન

|

કોરોના સામેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલ વેક્સિનને લઇ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) મળીને સપ્ટેમ્બરમાં સ્પુટનિક વીનું ઉત્પાદન શરૂ કરશે. માહિતી અનુસાર એક વર્ષમાં ભારતમાં 300 મિલિયનથી વધુ ડોઝ ઉત્પાદીત કરવામાં આવશે. તે જ સમયે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરીલ દિમિત્રીવે જણાવ્યું છે કે કેટલાક અન્ય ઉત્પાદકો પણ ભારતમાં આ રસીનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોરોના વાયરસ સામે રશિયન વેક્સિન સ્પુટનિક વી ઉત્પન્ન કરવા સહયોગની ઘોષણા કરી છે. તમને જણાવી દઈએ કે એસઆઈઆઈ કોરોના રસીના ઉત્પાદનની બાબતમાં વિશ્વની સૌથી મોટી કંપની છે, કંપનીએ 500 મિલિયનથી વધુ ડોઝ બનાવ્યા છે. કોરોના રોગચાળા સામે ભારતની લડતમાં એસઆઈઆઈ મોખરે રહ્યું છે. પોતાની રસી વિકસાવવા ઉપરાંત ફાર્માસ્યુટિકલ કંપની કોવિશિલ્ડ (એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ દ્વારા વિકસિત), કોવોવેક્સ (નોવાવેક્સ દ્વારા વિકસિત) બનાવી રહી છે અને યુકેની રસી કોડાજેનિકસનું પણ પરીક્ષણ કરી રહી છે.

તકનીકી સ્થાનાંતરણ પ્રક્રિયા તરીકે એસઆઈઆઈએ રશિયાના ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી અને માઇક્રોબાયોલોજી સેન્ટર પાસેથી પહેલાથી જ સેલ અને વેક્ટરના નમૂનાઓ મેળવ્યા છે. તે જ સમયે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઇ) ની આયાતની મંજૂરી સાથે બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્પુટનિક વી રસીના ઉત્પાદન માટે ભારત મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે. આરડીઆઈએફ અગાઉ રશિયાની રસીના નિર્માણ માટે ભારતની અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ (ગ્લેંડ ફાર્મા, હેટોરો બાયોફર્મા, પેનાસીઆ બાયોટેક, સ્ટીલીસ બાયોફર્મા, વિર્કો બાયોટેક અને મોરેપેન) સાથે જોડાણ કર્યું હતું.

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓનું નિવેદન

સીઈઓ કિરીલ દિમિત્રીવે કહ્યું કે આરડીઆઈએફ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે સહયોગ કરીને આનંદ અનુભવે છે. આ ભાગીદારી ભારત અને દુનિયાભરના લોકોના જીવ બચાવવા માટે એક ઉત્તમ ઉદાહરણ બેસાડે છે. તે જ સમયે, અમારી ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા માટે એક મોટું પગલું છે.

BREAKING: RDIF and Serum Institute of India @SerumInstIndia, the world’s largest vaccine producer, to start production of Sputnik vaccine in September. Serum received cell and vector samples from Gamaleya Center, will make over 300 mln doses in India/yr.https://t.co/yHhetKRhoc

— Sputnik V (@sputnikvaccine) July 13, 2021

SIIના સીઇઓ આદર પુનાવાલાનું નિવેદન

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ કહ્યું કે સ્પુટનિક રસી બનાવવા માટે આરડીઆઈફ સાથે ભાગીદારી કરવામાં મને આનંદ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સપ્ટેમ્બર મહિનામાં ટ્રાયલ બેચની સાથે આવતા મહિનાઓમાં લાખો ડોઝ ઉપલબ્ધ થશે.

MORE GOVERNMENT NEWS  

Read more about:
English summary
The Sputnik V will be manufactured by SIM Institute of India
Story first published: Tuesday, July 13, 2021, 22:12 [IST]