ચેન્નઈઃ સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે સોમવારે પોતાની પાર્ટી 'રજની મક્કલ મંદ્રમ'ને ખતમ કરી દીધી છે. આ સાથે રજનીકાંતે કહ્યુ છે કે તે રાજનીતિમાં પગ નહિ મૂકે. 'રજની મક્કલ મંદ્રમ' પાર્ટીને ખતમ કરીને રજનીકાંતે કહ્યુ કે, 'ભવિષ્યમાં રાજનીતિમાં આવવાની મારી કોઈ યોજના નથી. હું રાજનીતિમાં પગ મૂકવાનો નથી.' રજનીકાંતનો આ નિર્ણય 'રજની મક્કલ મંદ્રમ' પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ લેવામાં આવ્યો છે. રજનીકાંતે પોતાના પ્રશંસકો સાથે પણ બેઠક કરી છે.
તમને જણાવી દઈએ કે રજનીકાંતે 29 ડિસેમ્બર, 2020એ એલાન કર્યુ હતુ કે તે સક્રિય રાજનીતિમાં આવશે. જો કે પછી આરોગ્યની મુશ્કેલીઓને કારણે તેમણે કહ્યુ હતુ કે તેમને દુઃખ છે કે તે રાજકીય પાર્ટી શરૂ નથી કરી રહ્યા. રજનીકાંતે વર્ષ 2020માં ટ્વિટર હેન્ડલ પર એક પત્ર જાહેર કર્યો હતો. જેમાં રજનીકાંતે લખ્યુ હતુ, 'મને એ જણાવતા બહુ દુઃખ થઈ રહ્યુ છે કે હું મારી રાજકીય દાવ શરૂ નહિ કરુ. આ નિર્ણય મે ભારે હ્રદય સાથે કર્યો છે પરંતુ મારી પ્રાથમિકતા હાલમાં તબિયત છે.'
રજનીકાંતે હાલમાં જ અમેરિકામાં પોતાની તબિયત ચેકઅપ કરાવીને ચેન્નઈ પાછા આવ્યા છે. રજનીકાંતના ફેન્સ તેમને રિસીવ કરવા ચેન્નઈ એરપોર્ટ પર પણ ગયા હતા જ્યાં જોરદાર નારા સાથે તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રજનીકાંત ગયા શુક્રવારે સવારે અમેરિકાથી પાછા આવ્યા છે.