માયાવતીએ ટ્વીટ કર્યું
જીવન જરૂરી વસ્તુઓમાં ભાવ વધારો આવતાં બીએસપી અધ્યક્ષ માયાવતીએ રવિવારે ટ્વીટ કરતા કહ્યું કે, ‘દેશમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને દૂધ વગેરે જેવી જીવન જરૂરી વસ્તુઓની કિંમત જે પ્રકારે સતત વધી રહી છે તેનાથી મોંઘવારી આકાશ આંબી રહી છે જે લોકોના જીવનને દુખી અને ત્રસ્ત કરી રહી છે, છતાં પણ સરકાર તેના પ્રત્યે ગંભીર અને ચિંતિત નથી. કેમ? આ બહુ દુઃખદ છે.'
નાગરિકો ત્રસ્ત
માયાવતીએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે, ‘દેશમાં ચારો તરફ છવાયેલી ગરીબી, બેરોજગારી અને મોંઘવારી વગેરેની સમસ્યાથી પ્રભાવી રીતે નિપટવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ આના નિદાનમાં પોતાની પૂરી તાકાત અને સંસાધન લગાવી દેવા જરૂરી છે, જેથી દેશને નિરાશાના માહોલથી બહાર કાઢી વિકાસના સાચા પાટા પર લાવી શકાય.'
પેટ્રોલ-ડીઝલ પર 12 વખત એક્સાઈઝ ડ્યૂટી વધી
અગાઉ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 2013માં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 101 ડૉલર પ્રતિ બેરલ હતો તે સમયે પેટ્રોલ 66 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 51 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું હતું. તે સમયે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 9 રૂપિયા અને ડીઝલ પર માત્ર 3 રૂપિયા ટેક્સ લઈ રહી હતી પરંતુ 2021માં ભાજપ સરકાર તમારી પાસેથી એક લીટર પેટ્રોલ ખરીદી પર 33 રૂપિયા અને ડીઝલ પર 32 રૂપિયા ટેક્સ વસૂલ કરી રહી છે. ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલ પર 12 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારી ચૂકી છે.