કપડાંના કારણે ફ્લાઈટમાં ન બેસવા દીધી
આ સમાચાર જંગલના આગની જેમ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યા છે, મોડલના ફેન્સે વિમાન કંપનીની આલોચના પણ કરી છે. જોવામાં આવે તો એરલાઈન્સ સ્ટાફ પોતાના વિમાનના યાત્રીઓ સાથે સારો વ્યવહાર કરતા હોય છે પરંતુ ફિટનેસ મોડલ ડેનીજ સૈપિનાર સાથે જે થયું તે વિશે તેમણે ક્યારેય સપનામાંએ નહી વિચાર્યું હોય. ટાઈટ સ્કિન કલરના કપડાં પહેરવાના કારણે તેને અમેરિકી એરલાયન્સના ફ્લાઈટ અટેંડેન્ટ્સે પ્લેન બોર્ડ કરવાથી રોકી દીધી.
મૂળ રૂપે તુર્કીની છે ડેનીજ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ડેનીજ સૈપિનાર મૂળ રૂપે તુર્કીની છે પરંતુ તે અત્યારે અમેરિકામાં શિફ્ટ થઈ ચૂકી છે. તે ટેક્સાસથી મિયામી જવા માટે પોતાની ફ્લાઈટ પકડવાની હતી ત્યારે તેની સાથે આ ઘટના બની. મામલો 8 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે, ડેનીજે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એરલાઈન સ્ટાફની હરકતો વિશે ખુલાસો કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર ડેનીજ જબરી સ્ટાર છે, તેને 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
આપવીતી સંભળાવતાં રોવા લાગી મોડલ
પોતાની સાથે થયેલ ઘટના વિશે જણાવતાં રડવા મંડી ડેનીજ સૈપિનાર, તેણે કહ્યું કે- ‘ટેક્સાસ એરપોર્ટ પર મારી સાથે શું થયું તમને વિશ્વાસ નહી આવે. મને પ્લેનમાં ન જવા દીધી, મને કહેવામાં આવ્યું તે તું નેકેડ છે અને તમારા કારણે બાકી પરિવારવાળાઓને પરેશાની થઈ રહી છે.' તેમણે આગળ કહ્યું કે તેને મહિલા તરીકે આઝાદી મળી શકે તે માટે તુર્કીથી અમેરિકા આવી હતી પરંતુ અહીં તેને પોતાના પહેરવેશને કારણે રોકી દીધી.
જુઓ ડેનીજ સૈપિનારનો પહેરવેશ કેવો હતો
પોતાની સાથે થયેલી ઘટના વિશે જણાવતાં ડેનીજે પોતાનું આઉટફિટ પણ દેખાડ્યું જે તેણે ફ્લાઈટમાં બેસતી વખતે પહેર્યું હતું. તસવીરોમાં જોઈ શકાય છે કે ડેનીજે ન્યૂડ કલરનો ટ્યૂબ ટોપ પહેર્યો હતો, અને તેની સાથે તેમણે ડેનિમ હૉટ પેન્ટ પહેર્યું હતું. આની સાથે જ તેણે કમર પર એક સફેદ ટોપ પણ બાંધી રાખ્યો છે.
હું ન્યૂડ નથી
તેણે કપડાં દેખાડતાં કહ્યું કે, હું ન્યૂડ નથી, આવાં કપડાં પહેરવાં મને પસંદ છે પરંતુ લોકોને સમસ્યા થાય એવું ક્યારેય નથી પહેરતી. શું પહેરવું અને શું ન પહેરવું તે ફેસલો કરી શકું તેટલી સમજ તો મને છે. મોડલને રડતી જોઈ સોશિયલ મીડિયામાં ફેન્સ ગુસ્સે ભરાયા, તેમણે એરલાઈન્સ સ્ટાફની ખુબ ટીકા કરી. એક યુઝરે લખ્યું કે, ‘આ 21મી સદી છે પરંતુ છતાં તમારે પ્લેનમાં સફર કરવા માટે ડ્રેસ કોડ જોઈએ, તે પણ માત્ર તમે મહિલા હોવ તો.'