ભારતમાં કોરોના સતત હફાવી રહ્યો છે ત્યારે હવે વધુ એક વાયરસનો ખતરો પેદા થયો છે. કેરળમાં જીકા વાયરસના 13 નવા કેસ મળી આવ્યા છે. આ પહેલા એક ગર્ભવતી મહિલા જીકા વાયરસથી સંક્રમિત થઈ હતી. આ વારયરના લક્ષણો ડેન્ગ્યુને મળતા આવે છે. તાવ, શરીર પર ફોલ્લીઓ થવી અને સાંધાનો દુખાવો થાય છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જોર્જએ માહિતી આપી કે ગુરૂવારે પુણે રાષ્ટ્રિય વિષાણુ વિજ્ઞાન સંસ્થામાં 13 સેમ્પલ મોકલાયા હતા. તેના શુક્રવારે આવેલા રિપોર્ટમાં 13 વ્યક્તિઓ સંક્રમિત મળી આવ્યા છે. આ સંક્રમિતોમાં ડોક્ટર સહિત આરોગ્યકર્મીઓ સામેલ છે.
વીણા જોર્જ વધુમાં જણાવ્યુ હતુ કે ગુરૂવારે સોપ્રથમ એક 24 વર્ષીય ગર્ભવતી મહિલા આ વાયરસથી સંક્રમિત મળી હતી. આ મહિલા તિરૂવનંતપુરમના પારસલેનની રહેવાસી છે. તેનો એક ખાનગી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો, જ્યા તેને 7 જુલાઈએ બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલાને તાવ, માથાનો દુખાવો અને શરીર પર લાલ નિશાન દેખાતા 28 જૂને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સંદિગ્ધ લક્ષણો દેખાતા સેમ્પલ પુણે મોકલાયા હતા. હાલમાં આ મહિલાની સ્થિતી સામાન્ય છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. જો તે તેનું ઘર તમિલનાડુના સીમા વિસ્તારમાં છે. આ પહેલા મહિલાની માતામાં પણ આ પ્રકારના લક્ષણો દેખાયા હતા.
ગર્ભવતિ મહિલા જીકા વાયરસથી સંક્રમિત થા બાળકને ખતરો પેદા થઈ શકે છે. આવા બાળકોનું માથી સામાન્ય કરતા નાનુ હોય છે અને તેના વિકાસમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આગળ જતા તેને સાંભળવામાં પણ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ઝીકા વાયરસ એડીસ એજિપ્ટી અને એડીસ એલ્બોપિકટસ પ્રજાતિના મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ છે. આ મચ્છરો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વાયરસ પણ ફેલાવે છે. એડીસ મચ્છર સામાન્ય રીતે દિવસ દરમિયાન કરડે છે.
એકવાર કોઈ વ્યક્તિ મચ્છરના સંક્રમિત થયા છે તો તેના લોહીમાં લાંબા સમય સુધી વાયરસ જોવા મળે છે. જ્યારે બીજુ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે વાયરસ અન્ય લોકોમાં ફેલાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે શારિરીક સબંધ અથવા રક્ત સ્ત્રાવથી ઝીકા વાયરસ ફેલાઈ શકે છે. જીકા વાયરસ સૌપ્રથમ યુગાન્ડામાં 1947 માં જોવા મળ્યો હતો. ત્યારબાદ 1952 માં યુગાન્ડા અને યુનાઈટેડ રિપબ્લિક ઓફ તન્જાનિયામાં પહેલી વખત માણસોમાં જોવા મળ્યો હતો.