સો મિલિયન એટલે કે એક અબજ કરતા વધુ સમુદ્રી જીવો મોતને ભેટશે
કેનેડામાં ગરમી વચ્ચે હવે આંખ ઉઘાડનારા એક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો છે કે ભારે ગરમીના કારણે, કેનેડિયન પ્રાંત બ્રિટીશ કોલમ્બિયામાં સો મિલિયન એટલે કે એક અબજ કરતા વધુ સમુદ્રી જીવો મોતને ભેટશે. આટલી મોટી સંખ્યામાં દરિયાઇ જીવોના મૃત્યુથી પાણી દૂષિત થશે.
સમાચાર યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલમ્બિયાના દરિયાઇ જીવ વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર હાર્લીએ આપ્યા
દુનિયાને આ ચિંતાજનક સમાચાર યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલમ્બિયાના દરિયાઇ જીવ વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર હાર્લીએ આપ્યા છે. તેમના મતે બ્રિટિશ કોલમ્બિયામાં ગરમીને કારણે 100 કરોડથી વધુ સમુદ્ર જીવોના મોતની આશંકા છે.
તાપમાને કારણે મસલ્સ, ક્લેમ્સ, સ્ટારફિશ સહિતના જીવો પર વિનાશક અસર પડશે
ક્રિસ્ટોફર હાર્લીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અનેક દરિયાઇ જીવો ગરમીને કારણે મૃત્યુ પામ્યા છે. ક્રિસ્ટોફર હાર્લી અને તેમના સાથીઓનું માનવું છે કે વિક્રમજનક તાપમાને કારણે મસલ્સ, ક્લેમ્સ, સ્ટારફિશ સહિતના જીવો પર વિનાશક અસર પડશે
ભરતી ઉતરતા કિનારે રહેતા જીવો ગરમીની ઝપેટમાં આવી રહ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભરતી ઉતરતા કિનારે રહેતા જીવો ગરમીની ઝપેટમાં આવી રહ્યા છે. હાર્લી મુજબ મસલ્સ સૂર્યની નીચે પાર્ક કરેલી કારમાં ત્યજી દેવાયેલા બાળક જેવા છે. ભરતી ઉતરે ત્યારે તે પર્યાવરણની દયા પર હોય છે.
બ્રિટીશ કોલમ્બિયાના દરિયાકાંઠાનું તાપમાન 50 સેલ્સિયસ ઉપર પહોંચી ગયું છે
ક્રિસ્ટોફર હાર્લીનો અંદાજ છે કે બ્રિટીશ કોલમ્બિયાના દરિયાકાંઠાનું તાપમાન 50 સેલ્સિયસ ઉપર પહોંચી ગયું છે. ગરમીનું મોજુ સૌથી વધુ ગરમીનું કારણ બને છે. ભરતીના દિવસોમાં સમુદ્રી જીવો કલાકો સુધી ખુલ્લા આકાશની નીચે પાણીની બહાર રહે છે. હાલમાં મરી ગયેલા જીવ કિનારે પડ્યા હોવાથી દુર્ગંધ પેદા કરી રહ્યા છે. બીજી તરફ ક્રિસ્ટોફર હાર્લીના જણાવ્યા પ્રમાણે, જ્યોર્જિયા અને અમેરિકાના વોશિંગ્ટનના દરિયાકાંઠે પણ આવું જ જોવા મળ્યું છે. ત્યાં મોટા પ્રમાણમાં શેલ ફિશના મૃત્યુના સંકેત મળ્યા છે.