કેન્દ્રમાં મોદી સરકારના મંત્રિંમડળમાં ભારે ફેરબદલી થઈ છે. બુધવારે સાંજે નવા મંત્રિઓને શપથ લેવડાવવામાં આવી રહી છે. મંત્રી બનનારાઓમાં રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ ડૉ ભૂપેન્દ્ર યાદવનું નામ પણ સામેલ છે. ડૉ ભૂપેન્દ્ર યાદવે પદ અને ગોપનિયતાના શપથ લીધા છે.
જણાવી દઈએ કે ડૉ ભૂપેન્દ્ર યાદવ મૂળરૂપે રાજસ્થાનના અજમેરના રહેવાસી છે. 30 જૂન 1060ના રોજ ભૂપેન્દ્ર યાદવે અજમેરના સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રાજકીય મહાવિદ્યાલયથી એલએલબીની ડિગ્રી હાંસલ કરી છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં વકાલત કરતા હતા.
અજમેરના કુ્ંદન નગરમાં રહેતા ભૂપેન્દ્ર યાદવ વર્ષ 29000માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહાસચિવ, વર્ષ 2010માં ભાજપના રાષ્ટ્રિય સચિવ તરીકે નિયુક્ત થયા હતા.
વર્ષ 2012માં ભૂપેન્દ્ર યાદવને પહેલીવાર રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2018માં યાદવને રાજ્યસભા સાંસદ બનવાનો બીજીવાર મોકો મળ્યો હતો.
જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ પહેલીવાર પોતાના કેન્દ્રિય મંત્રિમંડળનું વિસ્તરણ કર્યું છે, જેમાં 43 નવા મંત્રિઓ શપથ લેનાર છે, જ્યારે 12 જેટલા કેબિનેટ અને રાજ્ય મંત્રીઓના રાજીનામાં માંગી લેવામાં આવ્યાં હતાં જેમાં ડૉ પ્રકાશ જાવેડકર પણ સામેલ છે.