નવી દિલ્લીઃ મોદી કેબિનેટમાં વિસ્તારના સમાચારો વચ્ચે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. આમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓના નામ પણ શામેલ છે. સરકારના આ નિર્ણય બાદ એ નક્કી માનવામાં આવી રહ્યુ છે કે મોદી મંત્રીમંડળમાં આવતા 1-2 દિવસોમાં વિસ્તાર કરવામાં આવી શકે છે. માહિતી મુજબ મધ્ય પ્રદેશના કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતને કર્ણાટકના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેઓ અત્યાર સુધી મોદી સરકારમાં સામાજિક ન્યાય તેમજ અધિકાર મંત્રાલયની જવાબદારી નિભાવી રહ્યા હતા. થાવરચંદ ગહેલોત કર્ણાટકમાં વજૂભાઈ વાળાની જગ્યાએ પદભાર સંભાળશે.
8 રાજ્યોના બદલાયા રાજ્યપાલ
તમને જણાવી દઈએ કે કર્ણાટક ઉપરાંત મધ્ય પ્રદેશ, હરિયાણા, ત્રિપુરા, ઝારખંડ અને ગોવા સહિત 8 રાજ્યોના રાજ્યપાલ બદલાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે મોદી મંત્રીમંડળમાં વિસ્તારના સમાચારો વચ્ચે રાજ્યપાલોને બદલવા એ સાબિત કરે છે કે આવતા 1-2 દિવસની અંદર મંત્રીમંડળનુ વિસ્તરણ થવાની સંભાવના છે. કર્ણાટક ઉપરાંત હરિયાણાના રાજ્યપાલને પણ બદલવામાં આવ્યા છે. અત્યાર સુધી હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યા હતા. હવે તેમની જગ્યાએ બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. બંડારુ દત્તાત્રેય અત્યાર સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. આ ઉપરાંત રમેશ બેંસને ઝારખંડ, મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્ય પ્રદેશ અને સત્યદેવ નારાયણને ત્રિપુરાના ગવર્નર બનાવવામાં આવ્યા છે.
રાજ્યપાલની નિયુક્તિમાં થાવરચંદ ગહેલોતનુ મોટુ નામ
રાજ્યપાલની નિયુક્તિઓમાં સૌથી મોટો ચહેરો થાવરચંદ ગહેલોતનો છે જે કેબિનેટ મંત્રી હતા. કોઈને એ વાતનો અંદાજો નહોતો કે તેમને મંત્રીમંડળથી બહાર કરીને તેમને કર્ણાટક મોકલવામાં આવી શકે છે. તેમને મંત્રીમંડળમાંથી બહાર મોકલ્યા બાદ એ નક્કી થઈ ગયુ છે કે મધ્ય પ્રદેશથી જ્યોતિરાદિત્ય સિંધિયાને કેબિનેટમાં શામેલ કરવામાં આવશે. મધ્ય પ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને બિહારથી નવા ચહેરાઓને મંત્રીમંડળમાં શામેલ કરવાની કવાયત મોદી સરકારમાં ચાલી રહી છે.