ફિલિપિન્સમાં 85 લોકો સાથેનું સૈન્ય વિમાન ક્રેશ

By BBC News ગુજરાતી
|

દક્ષિણ ફિલિપિન્સમાં એક સૈન્ય વિમાન ક્રેશ થયું છે અને એમાં કમ સે કમ 85 લોકો સવાર હતા.

ફિલિપિન્સની સેનાના પ્રમુખે આ જાણકારી આપી છે.

જનરલ સિરિલિટો સોબેજાનાએ સમાચાર સંસ્થા એએફપીને કહ્યું કે, સી-130 વિમાન સુલુ પ્રાંતના જોલો ટાપુ પર લૅન્ડ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

આ અકસ્માતમાં 15 લોકોને વિમાનના સળગી રહેલા કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે.

https://twitter.com/pnagovph/status/1411559150711197699

સોબેજાનાએ કહ્યું કે, રાહત અને બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે છે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે વધારે લોકોને બચાવી શકાય.

એએફપી અનુસાર વિમાનમાં સવાર અનેક પ્રવાસીઓએ તાજેતરમાં સૈન્ય શિક્ષણમાં સ્નાતકની પદવી મેળવી હતી અને એમને મુસ્લિમ બહુમતીવાળા અશાંત વિસ્તારોમાં ચરમપંથીઓ સામેની એક ટાસ્ક ફોર્સમાં તહેનાત કરવામાં આવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ફિલિપિન્સમાં અનેક ચરમપંથી સમૂહો છે અને ત્યાં મોટી સંખ્યામાં સૈનિકોને તહેનાત કરવામાં આવે છે.

આમાં વધારે વિગતો ઉમેરાઈ રહી છે.



https://www.youtube.com/watch?v=-M27VDrJIhg

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો