નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર થમી રહી છે. શનિવાર(3 જુલાઈ)એ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 738 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 4,01,050 લોકોના મોત થઈ ગયા છે. એક દિવસમાં 57,477 લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 4,95,533 છે. વળી, કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,96,05779 થઈ ગઈ છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 3,05,02,362 છે. દેશમાં અત્યાર સુધી 34,46,11,291 વેક્સીન ડોઝ આપવામાં આવ્યો છે.