પહેલાથી ઘાત લગાવીને બેઠા હતા ગામ લોકો
મામલાની માહિતી પોલિસને ત્યારે થઈ જ્યારે ઘટનાનો વીડિયો વાયરલ થયો. વળી, આ મામલા વિશે કટિહારના એસડીપીઓ અમરકાંત ઝાએ જણાવ્યુ કે 15 નામજદ અને 25 અજ્ઞાત લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાણપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રના રહાર ગામમાં લોકોએ મંગળવારની મોડી રાતે મહિલાના પ્રેમીને રંગે હાથ પકડ્યો હતો. પ્રેમીના આવવાની રાહમાં ગામના અમુક લોકો પહેલેથી જ ઘાત લગાવીને બેઠા હતા.
પોલિસને કાનોકાન ન મળી ખબર
પ્રેમી જેવો રહાર ગામમાં ઘૂસ્યો એવો રાતે 1 વાગે લોકોએ તેને પકડ્યો. ત્યારબાદ તેની જોરદાર પિટાઈ કરી ત્યારબાદ પ્રેનીના પરિવારજનો ગામમાં પહોંચ્યા. વિસ્તારમાં આગની જેમ વાત ફેલાઈ ગઈ પરંતુ પ્રાણપુર પોલિસ સ્ટેશનને કાનોકાન આની ભનક ન લાગી.
મહિલાની દુર્ગતિ થવા સુધી કરતા રહ્યા દુર્વ્યવહાર
આ તરફ મહિલા સાથે ગામ લોકોએ હદ કરી દીધી. સેંકડોની સંખ્યામાં ગામ લોકોએ તેને રસ્સીથી બાંધી જકડી લીધી. ત્યારબાદ તેને આખા ગામમાં ઢસડતા રહ્યા. આવી ભૂલ ફરીથી ના થાય એ માટે તેને માફી માંગવાનુ કહેતા રહ્યા. આ દરમિયાન મહિલાના બે બાળકો વારંવાર પોતાની માને વળગી રહ્ય હતા. પોતાની માને છોડવા માટે કહી રહ્યા હતા પરંતુ ગામ લોકોએ તેની એક ના સાંભળી. તેમણે ત્યાં સુધી મહિલાને ઢસડી જ્યાં સુધી હાલત ખરાબ ન થઈ ગઈ.