જો યુરોપિયન યુનિયન (ઈયુ) ભારતની રસી કોવૅક્સિન-કોવિશિલ્ડને યાત્રા-પ્રવાસ માટે માન્ય નહીં ગણે, તો ભારત પણ યુરોપિયન યુનિયનનું ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ માન્ય નહીં ગણે એમ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.
અહેવાલ સૂત્રોને ટાંકીને કહે છે કે, ભારતે સ્પષ્ટ જણાવી દીધું છે કે પરસ્પર બંને તરફથી આ મામલે સહયોગ હોવો જોઈએ. આવું થશે તો જ તે યુરોપિય યુનિયનના સર્ટિફિકેટને માન્યતા આપશે.
અત્રે નોંધવું કે યુરોપિયન યુનિયનમાં સામેલ દેશોમાં પ્રવાસ મામલે ગ્રીન પાસ ઇસ્યૂ કરવામાં આવી રહ્યાં છે પણ ગ્રીન પાસ મેળવવા માટેની રસીઓની યાદીમાં કૉવેક્સિન-કોવિશિલ્ડને સામેલ નથી કરાઈ.
આવો ગ્રીન પાસ 1 જુલાઈથી ઇસ્યૂ થવાનું શરૂ થઈ રહ્યું છે. ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ જેને ગ્રીન પાસ તરીકે ઓળખવામાં આવે છે. તે યુરોપિયન યુનિયન દ્વારા મંજૂર રસીના બંને ડોઝ લેનાર વ્યક્તિને આપવામાં આવશે.
તાજેતરમાં ભારતની રસી લેનાર વિદ્યાર્થીઓને યુરોપમાં માન્ય વૅકિસન લેવા માટે કહેવામાં આવ્યું હતું.
આજે ડૉક્ટર્સ ડે ઊજવાઈ રહ્યો છે ત્યારે દેશભરમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં 800 ડૉક્ટરો મૃત્યુ પામ્યાં હોવાનું ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનનું કહેવું છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર બિહાર અને દિલ્હીમાં સૌથી વધારે ડૉક્ટર મૃત્યુ પામ્યાં છે. કોવિડ-19થી મૃત્યુ પામનારા ડૉક્ટરોની રાજ્ય આધારિત યાદી આઈએમએ દ્વારા તૈયાર કરાઈ છે.
તેમાં એ વિશ્લેષણ પણ થઈ રહ્યું છે કે કેટલાંએ રસીના બંને ડોઝ લીધા હતા અને કેટલાંએ એક ડોઝ લીધો હતો.
કોરોનાની બંને લહેરમાં અત્યાર સુધી દેશમાં કુલ 1500 ડૉક્ટરો મૃત્યુ પામ્યાં છે. ગુજરાતમાં બીજી લહેરમાં 37 તબીબો મૃત્યુ પામ્યાં છે.
https://www.youtube.com/watch?v=J65oX-gczzM
ગુજરાત એટીએસ દ્વારા બશીર અહમદની આણંદથી ધરપકડ કરાઈ હતી. તેમની સામે કથિતરૂપે આંતકી નેટવર્ક સ્થાપવાનો અને ઇન્ડિયન મુજાહિદ્દીન માટે મુસ્લિમ યુવકોની કથિત ભરતી કરવાનો આરોપ હતો. જે ખોટો સાબિત થયો છે અને તેમને અદાલતે નિદોર્ષ મુક્ત કર્યાં છે.
'કાશ્મીર ઑબ્ઝર્વર'ના રિપોર્ટ અનુસાર ફરિયાદી પક્ષ આરોપો સાબિત ન કરી શક્યો અને બશીર અહમદને નિર્દોષમુક્ત કરાયા.
કોર્ટે માન્યું કે તેઓ કૅન્સર બાદની કાળજી માટેના કૅમ્પમાં સામેલ થવા ગુજરાત આવ્યા હતા. તેમની વર્ષ 2010માં ધરપકડ થઈ હતી.
કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે ફરિયાદી પક્ષ બશીર અહમદ પર લાગેલા આરોપો પુરવાર નથી કરી શક્યો આથી તેમને મુક્ત કરવામાં આવે છે.
ખાનગી કંપનીઓના બોર્ડમાં પણ સરકારી બાબુઓનો દબદબો?
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ' દ્વારા કરવામાં આવેલા એક ઇન્વેસ્ટિગેશન અનુસાર સરકારી કંપનીઓ અને સહકારી બૅન્કો બાદ ખાનગી કંપનીઓમાં પણ નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ સહિતના સરકારી અમલદારોનો દબદબો જોવા મળ્યો છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2009થી અત્યાર સુધી 225 નિવૃત્ત અધિકારીઓ ખાનગી કંપનીઓમાં બોર્ડ ડાયરેક્ટર તરીકે જોડાયા છે.
તેમાં 155 આઈએએસ, 30 આઈઆરએસ, 18 આઈપીએસ, 18 આઈએફએસ અને અન્ય ચાર સર્વિસમાંથી નિવૃત્ત અધિકારીઓ ખાનગી કંપનીમાં જોડાયા.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ડ ઑફ પર્સોનેલ ઍન્ડ ટ્રેઇનિંગ દ્વારા 5 ડિસેમ્બર 5-2006ના રોજના મેમોરેન્ડમ અનુસાર કેન્દ્ર સરકારમાંથી નિવૃત્ત થયા બાદ અમલદારની કોઈ પદે એક વર્ષ સુધી નિયુક્તી કરી શકાતી નથી. જોકે, ઇન્ડિયન એક્સપ્રેસની તપાસમાં એમ બહાર આવ્યું છે કે અનેક કેસમાં આ સમયગાળાની પણ અવગણના કરાઈ છે નિવૃત્ત સનદી અધિકારીઓની નિમણૂક
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો