વર્ષ 1997માં મુંબઈ ખાતે ટી-સીરિઝ કંપનીના માલિક ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી. બદમાશોએ જુહૂ વિસ્તારમાં તેમને ગોળીઓ ધરબી મોતને ઘાટ ઉતાર્યા હતા. હવે આ કેસ સાથે જોડાયેલી અરેજી પર બોમ્બે હાઈ કોર્ટે ગુરુવારે મોટો ફેસલો સંભળાવ્યો છે. કોર્ટે ગુલશન કુમાર હત્યાકાંડમાં રઉફ મર્ચેંટની સજા યથાવત રાખી છે. જ્યારે ફિલ્મ પ્રોડ્યૂસર રમેશ તૌરાનીને છોડવાનો ફેસલો યથાવત રાખવામાં આવ્યો છે. કોર્ટે તૌરાની સામે મહારાષ્ટ્ર સરકારની અપીલ ફગાવી દીધી છે.
આ ઉપરાંત અન્ય એક આરોપી અબ્દુલ રાશિદ, જેને સેશન્સ કોર્ટે પહેલાં છોડી મૂક્યો હતો, હવે બોમ્બે હાઈકોર્ટે તેને દોષી ઠેરવ્યો છે. અબ્દુલ રશીદ દાઉદ મર્ચેંટને એચસી દ્વારા દોષી ઠેરવ્યા બાદ આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે.
ગુલશન કુમારનું સામાજિક જીવન
નોંધનીય છે કે ફિલ્મ ઉદ્યોગના સફળ વ્યવસાયી ગુલશન કુમારે પોતાના ધનનો એકક ભાગ સમાજ સેવાના વિવિધ કાર્યો માટે દાન આપી બીજા વેપારીઓ અને ઉદ્યોગપતિ માટે એક ઉદાહરણ બન્યા. તેમણે શ્રી માતા વૈષ્ણો દેવીમાં એક ભંડારાની સ્થાપના કરી જે તીર્થયાત્રિઓ માટે નિઃશુલ્ક ભોજન ઉપલબ્ધ કરાવે છે. ગુલશન નાણાકીય વર્ષ 1992-93માં દેશના શીર્ષ કરદાતા હતા. એવું માનવામાં આવે છે કે ગુલશને મુંબઈના અંડરવર્લ્ડની જબરદસ્તી વસૂલીની માંગ સામે ઝૂકવાનો ઈનકાર કરી દીધો, જેને કારણે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.