ભારતના ઔષધિ મહાનિયંત્રક DCGIએ મુંબઈ સ્થિત દવા કંપની સિપ્લાને ઈમરજન્સી ઉપયોગ માટે મોડર્નાની કોરોના વેક્સીનની આયાતને મંજૂરી આપી દીધી છે. આ કોવિશીલ્ડ, કોવૈક્સીન અને સ્પૂતનિક વી વેક્સીન બાદ ભારતમાં ચોથી વેક્સીન હશે. જો કે સિપ્લાને ભારતમાં મોડર્ના વેક્સીનના માત્ર ઈમરજન્સી ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે.
સિપ્લા લિમિટેડે કહ્યું કે, 'સિપ્લા લિમિટેડ ભારતને દાન કરવામાં આવનાર રસીના રેગ્યૂલેટ્રી અપ્રૂવલ અને આયાત સાથે મોડર્નાનું સમર્થન કરી રહ્યા છે. આ સ્તર પર કોમર્શિયલ સપ્લાઈને લઈને હજી સુધી કોઈ સમજૂતી નથી થઈ.' સૂત્રોનું કહેવું છે કે ભારતમાં મોડર્નાના કેટલા ડોઝ અને ક્યારે ઉપલબ્ધ થશે તે હજી સ્પષ્ટ નથી. અત્યાર માટે, સિપ્લા માત્ર દાન કરવામાં આવેલ રસી જ પ્રાપ્ત કરવા પર વિચાર કરી રહી છે. કોમર્શિયલ સપ્લાઈને લઈ કંપની સાથે વાતચીત ચાલી રહી છે.
કોરોના સામે ત્રણેય વેક્સીનથી વધુ પ્રભાવી છે મોડર્ના
જણાવી દઈએ કે ભારતમાં ઉપયોગ થઈ રહેલી અન્ય ત્રણેય વેક્સીનની સરખામણીએ મોડર્ના કોરોના સામે વધુ પ્રભાવી છે. જ્યાં સ્પૂતનિક વી 91 ટકા, કોવૈક્સિન 77.8 ટકા અને કોવિશીલ્ડ 74 ટકા અસરકારક છે જ્યારે મોડર્ના કોરોના સામે 94 ટકા અસરકારક છે.
કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ વીકે પૉલે આ વાતની જાણકારી આપતા કહ્યું કે, 'જણાવતા આનંદ થાય છે કે મોડર્નાના ભારતીય ભાગીદાર સિપ્લા દ્વારા મોડર્નાના ભારતમાં ઉપયોગ માટે કરવામાં આવેલ અરજીનો સ્વીકાર કરી લેવાયો છે. વેક્સીન જલદી જ ભારતમાં આવશે પરંતુ તે પહેલાં સિપ્લાએ અન્ય ઔપચારિકતાઓનું પાલન કરવું પડશે.' ડૉ પૉલે કહ્યું કે અત્યાર માટે મોડર્નાને માત્ર નિયામક મંજૂરી આપવામાં આવી છે.
જણાવી દઈએ કે મોડર્નાને અમેરિકામાં ઉપયોગની પહેલેથી જ મંજૂરી મળી ગઈ છે માટે ભારતમાં તેનું ટ્રાયલ નહી થાય, કેમ કે ભારત સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું કે જે વેક્સીનને અમેરિકા અને યૂરોપમાં ઉપયોગમાં મંજૂરી મળી હોય તેને ટ્રાયલ વિના જ મંજૂરી આપી દેવામાં આવે.