નવી દિલ્લીઃ કોરોના મહામારીની પહેલી લહેરના મુકાબલે બીજી લહેરના મુકાબલે બીજી લહેર કેટલી ખતરનાક હતી એનો પુરાવો મોતના આંકડા આપી ચૂક્યા છે. કોરોનાની બીજી લહેરમાં મરનારનો આંકડો પહેલી લહેરના મુકાબલે ઘણો વધુ હતો. મેક્સ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં પણ એ જ સામે આવ્યુ છે કે બીજી લહેરમાં કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા પહેલી લહેરના મુકાબલે 40 ટકા વધુ હતી.
પહેલી લહેર vs બીજી લહેર
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ આ અભ્યાસ એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020 અને પછી જાન્યુઆરી 2021થી જૂન 2021 વચ્ચે કરવામાં આવ્યો છે. અભ્યાસથી જાણવા મળ્યુ કે બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં ભરતી 5454 દર્દીઓનો મૃત્યુદર 10.5 હતો કે જે પહેલી લહેરના મુકાબલે 40 ટકા વધુ છે. અભ્યાસ મુજબ પહેલી લહેરમાં 14398 દર્દી હોસ્પિટલમાં ભરતી થયા હતા જેનો મૃત્યુ દર 7.2 ટકા હતો.
10 હોસ્પિટલોમાંથી એકઠા કરવામાં આવ્યો ડેટા
તમને જણાવી દઈએ કે આ અભ્યાસમાં દિલ્લી-એનસીઆના 6 અને આખા ઉત્તર ભારતમાં કુલ 10 હોસ્પિટલોમાંથી ડેટા એકઠો કરવામાં આવ્યો છે. આ અભ્યાસનુ નેતૃત્વ કરનાર મેક્સ હેલ્થકેરના સમૂહ ચિકિત્સા નિર્દેશક ડૉ. સંદીપ બુદ્ધિરાજાએ જણાવ્યુ છે કે કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ મોત 45 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓના થયા છે. ડૉ. બુદ્ધિરાજાએ જણાવ્યુ કે કોરોનાની પહેલી લહેરમાં મેક્સ ગ્રુપની હોસ્પિટલોમાં ભરતી દર્દીઓના મોતનો આંકડો 1.3 ટકા હતો પરંતુ બીજી લહેરમાં આ આંકડો 4.1 ટકા સાથે ખતરનાક સ્તરે પહોંચી ગયો.
વડીલોનો મોતના આંકડામાં પણ થયો વધારો
બુદ્ધિરાજાએ જણાવ્યુ કે માત્ર 45 વર્ષથી ઓછી ઉંમરના જ નહિ પરંતુ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના મોતમાં પણ વધારો થયો હતો. કોરોનાની પહેલી લહેરમાં 45થી 59 વર્ષના 56 ટકા દર્દીઓના મોત થયા હતા. બીજી લહેરમાં આ આંકડો 7.6 ટકા સુધી જતો રહ્યો. હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ 60થી 74 વર્ષ વયજૂથના 12 ટકા દર્દીઓએ પહેલી લહેર દરમિયાન પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. વળી, બીજી લહેરમાં આ ડેટા 13.8 ટકાનો છે. આ ઉપરાંત 75 વર્ષથી ઉપરના લોકોનો મૃત્યુ આંક પહેલી લહેર દરમિયાન 18.9 ટકા હતો જે બીજી લહેરમાં 26.9 ટકા થઈ ગયો. કુલ મળીને જોવામાં આવે તો પહેલી લહેરના મુકાબલે બીજી લહેરમાં 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોના વધુ મોત થયા છે.