12 રાજ્યોમાં વરસશે વાદળ
હાલમાં ભારતીય હવામાન વિભાગનુ કહેવુ છે કે આજથી લઈને આવતા ત્રણ દિવસ સુધી ગુજરાત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાના, કર્ણાટક, મરાઠવાડા, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, કેરળ, કોંકણ, ગોવા, રાજસ્થાન, અંદમાન-નિકોબાર, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પશ્ચિમી હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે ઉત્તરાખંડ-હિમાચલમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી છે તેમછતાં આજે દહેરાદૂન, ટિહરી, પૌડી, નૈનીતાલ, અલમોડા, ચંપાવત અને પિથોરાગઢમાં ભારે વરસાદ સાથે વીજળી ચમકવાના અણસાર જોવા મળી રહ્યા છે.
દિલ્લી-એનસીઆરમાં વધશે ગરમીનો પારો
બીજી તરફ દિલ્લી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશમાં પારો વધશે અને અમુક સ્થળે પારો 40 ડિગ્રીને પાર જવાની પણ સંભાવના છે. દિલ્લીવાસીઓને ચોમાસાનો વરસાદ જુલાઈમાં જોવા મળશે કારણકે આ દરમિયાન દિલ્લી-એનસીઆરમાં ગરમી વધશે. રાજધાનીમાં પારે 40ને પાર જવાનુ અનુમાન છે. જો કે વચમાં પ્રી-મોનસુન ગતિવિધિઓ દિલ્લીને પ્રભાવિત કરતી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ દિલ્લીમાં 20થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્લીનુ મહત્તમ તાપમાન 41 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
સ્કાઈમેટ વેધરે કહી આ વાત
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિહારના અરરિયા, સુપૌલ, ભાગલપુર, કટિહાર, કિશનગંજ અને પૂર્ણિયામાં આજે ભારે વરસાદની સંભાવના છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આવતા 24 કલાકમાં રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. વળી, કેરળમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે યુપી, એમપી અને બિહારમાં પણ વધુ વરસાદ થઈ શકે છે અને ક્યાંક-ક્યાંક વીજળી ચમકી શકે છે.