પ્રી મોનસુન વરસાદ ચાલુ રહેશે
પંજાબ, હરિયાણા અને દિલ્લી-એનસીરઆરના અલગ-અલગ ભાગોમાં ધૂળ ભરેલી આંધીની સંભાવના દેખાઈ રહી છે અને હળવા વરસાદના અણસાર છે. પાછોતરા પવનોના કારણે દિલ્લીમાં ચોમાસુ લેટ થઈ ગયુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દિલ્લી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ચોમાસુ જુલાઈ સુધી પહોંચશે. પરંતુ આ દરમિયાન રાજ્યોમાં પ્રી-મોનસુન વરસાદ ચાલુ રહેશે. પરંતુ આ દરમિયાન આ રાજ્યોમાં તાપમાનમાં પણ વધારો થશે.
ભારે વરસાદનુ એલર્ટ
ઉત્તરાખંડમાં તો વરસાદે આફત પેદા કરી દીધી છે. સતત થઈ રહેલા વરસાદના કારણે હાલમાં હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદી છલકાઈ રહી છે. હવામાન વિભાગે આજે પણ અહીં વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે હિમાચલમાં પણ આજે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આવતા 24 કલાકમાં રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. વળી, કેરળમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે યુપી, એમપી અને બિહારમાં ભારે વરસાદ થઈ શકે છે અને ક્યાંક-ક્યાંક વીજળીના ચમકારા પણ થઈ શકે છે.
ચોમાસાની સિઝન
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારતના હજુ ઘણા ભાગોમાં ચોમાસુ આવ્યુ નથી પરંતુ 1થી 20 જૂન વચ્ચે દેશમાં 41 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પહેલેથી જ ભવિષ્યવાણી કરી હતી કે આ વખતે ચોમાસુ સિઝન ઘણી સારી રહેવાની છે અને કૃષિ માટે સારા સમાચાર છે. હાલમાં જે રીતે અણસાર છે તેનાથી તો એ લાગે છે કે આ વખતે વરસાદ કોઈને પણ નિરાશ નહિ કરે.