જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને જબરી કામયાબી હાંસલ થઈ છે. જણાવી દઈએ કે શોપિયાં જિલ્લાના હાજીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. સમગ્ર વિસ્તારને ઘેરીને એન્કાઉન્ટર હાથ ધરવામાં આવ્યું છે. હજી સુધી આતંકવાદીની ઓળખ નથી થઈ શકી.
જણાવી દઈએ કે સુરક્ષાદળોની સંયુક્ત ટીમ આતંકવાદીઓનો મુકાબલો કરી રહી છે. ગુપ્ત જાણકારીના આધાર પરુ સુરક્ષાદળોની ટીમે હાજીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની તલાશ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આતંકવાદીઓએ જ્યારે ખઉદને ઘેરતા જોયા તો તેમણે ફોર્સ પર ફાયરિંગ શરૂ કરી દીધું, જે બાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.
બે દિવસ પહેલાં પોલીસ ઈન્સપેક્ટરની હત્યા થઈ હતી
જણાવી દઈએ કે ઘાટીમાં આતંકવાદીના હુમલા અને આપણી સેના દ્વારા આતંકવાદીઓનું એન્કાઉન્ટર સતત ચાલુ છે. બે દિવસ પહેલાં શોપિયાં જિલ્લાના કનીપોરા વિસ્તારમાં આતંકવાદીઓે પોલીસ ઈન્સપેક્ટર પરવેજ અહમદની હત્યા કરી નાખી હતી. પરવેજ નમાજ અદા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ પાછળથી તેમના પર હુમલો કરી દીધો હતો. હોસ્પિટલે લઈ જતી વખતે તેમણે શ્વાસ છોડી દીધા હતા.