અમેરિકાના ફ્લોરિડા રાજ્યના મિયામી શહેર પાસે એક 12 માળની ઇમારત ધરાશાયી થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અને 99 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
હાલ એ પણ સ્પષ્ટ નથી કે અકસ્માતના સમયે ઇમારતમાં કેટલા લોકો હાજર હતા.
મિયામીના ઉત્તરમાં સર્ફસાઇડ વિસ્તારમાં વર્ષ 1980માં આ ઇમારત બની હતી. તેમાં 230 ફ્લૅટ હતા જે પૈકી અડધા પર અસર પડી છે.
ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસે ચેતવણી આપી છે કે "જે પ્રકારની તબાહી થઈ છે, તે જોતાં આપણે ખરાબ સમાચાર માટે તૈયાર રહેવું જોઈએ."
એક પ્રત્યક્ષદર્શીએ સીબીએસ મયામી ચેનલને કહ્યું, "અમને મોટો અવાજ સંભળાયો, અમને લાગ્યું કે મોટરસાઇકલ છે, પરંતુ માથું ફેરવીને જોયું તો અમારી પાછળ ધૂળ જ ધૂળ હતી."
વધુ એક વ્યક્તિએ કહ્યું કે સ્થળ પરનો નજારો 9/11ના હુમલા જેવો હતો જ્યારે 2001માં ન્યૂયૉર્કમાં ટ્વિન ટાવર્સને ચરમપંથી હુમલોમાં ધ્વસ્ત કરી દેવાયા હતા.
https://www.youtube.com/watch?v=uC7vFb4udqc
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો