વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક દળોના પ્રમુખો સાથે સર્વદળીય બેઠકની અધ્યક્ષતા કરશે. જમ્મુ કાશ્મીરમાં રાજનૈતિક અનિશ્ચિતતાઓનો માહોલ દૂર કરવાની કોશિશમાં થઈ રહેલ આ બેઠકને લોકતાંત્રિક દ્રષ્ટિકોણે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019ને સંવિધાનના અનુશ્ચેદ 370, 35એ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવી લીધો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેના વિભાજનની ઘોષણા કર્યા બાદ આ પહેલી મોટી રાજનૈતિક બેઠક છે. દિલ્હીમાં થઈ રહેલ આ બેઠક પહેલાં જમ્મુ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર 48 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાાંત સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ રાખવામાં આવી શકે છે.