આવતી કાલે 24 જૂનના રોજ જમ્મુ કાશ્મીરના નેતાઓની પીએમ મોદી સાથે બેઠક મળનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બોલાવવામાં આવેલ બેઠક માટે કાશ્મીરના કેટલાય નેતા આજે દિલ્હી પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીની બેઠક પહેલાં જમ્મુ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર 48 કલાકનું એલર્ટ જાહેર કરી દેવાયું છે. આની સાથે જ કાશ્મીરાં કાલે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી શકે છે.
મહેબૂબા મુફ્તી અને ભાજપ નેતા દિલ્હી પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં થનાર જમ્મુ-કાશ્મીરના નેતાઓની સર્વદળીય બેઠકમાં સામેલ થવા માટે રાજ્યના પૂર્વ સીએમ અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી આજે સાંજે દિલ્હી પહોંચી ગયાં છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિંદર રૈના અને પૂર્વ ડેપ્યૂટી સીએમ કવિંદર ગુપ્તા પણ દિલ્હી આવી ચૂક્યા છે. ફારુક અબ્દુલ્લા અને બીજા નેતાઓ પણ કાલ સવાર સુધીમાં દિલ્હી પહોંચી જશે તેવી ઉમ્મીદ છે.
ગુપકર ગઠબંધને પણ બેઠકમા સામેલ થવાનો ફેસલો લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરના નેતાઓની સર્વદળીય બેઠક બોલાવી છે. પીએમ નરેન્દ્ર મોદીની આ બેઠકમાં સામેલ થવું કે નહી તેના પર ફેસલો લેવા માટે મંગળવારે ફારુક અબ્દુલ્લાના ઘરે ગુપકર ગઠબંધનના નેતાઓની બેઠક મળી હતી. શ્રીનગરમાં નેશનલ કોન્ફ્રેંસ પ્રમુખ ડૉ ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, સીપીએમ નેતા મોહમ્મદ તારિગામી અને બીજા નેતાઓએ પીએમ મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય લીધો.