દેશભરમાં કોરોનાના નવા મામલામાં સતત કમી જોવા મળી રહી છે. આ દરમિયાન કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ભારતમાં અત્યાર સુધી કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 22 મામલા સામે આવ્યા છે. જેમાંથી 16 મામલા મહારાષ્ટ્રના રત્નાગિરિ અને જલગાંવમાંથી મળી આવ્યા છે. જ્યારે બાકીના છ કેસ કેરળ અને મધ્ય પ્રદેશમાંથી સામે આવ્યા છે.
તેમણે કહ્યું કે હાલ નંબરના હિસાબે સૌથી નાનું શહેર છે પરંતુ આ કોઈ મોટું રૂપ ધારણ કરે તેવું નથી ઈચ્છતા. પ્રોટોકોલ ફોલો કરવામાં આવી રહ્યા છે. INSACOGની 28 લેબ્સે 45 હજાર સેમ્પલના જીનોમ સીક્વેંસિંગ કરી છે. જેમાં 22 મામલા ડેલ્ટા પ્લસના સામે આવ્યા છે. જીનોમ સીક્વેંસિંગનો ક્લીનિકલ ડેટા સાથે ભેળવી શકાય ચે. INSACOG સ્વાસ્થ્ય મંત્રાલયને જાણકારી આપે છે જે રાજ્યોને શું કરવું અને શું નહી તે સમયસર જણાવે છે.
રાજેશ ભૂષણે કહ્યું કે કોઈપમ વેરિયન્ટ માસ્કને પાર ન કરી શકે. એવામાં બધાએ માસ્ક પહેરી રાખવું જરૂરી છે. તેમણે કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 9 દેશોમાં છે (યૂએસ, યૂકે, સ્વિત્ઝરલેન્ડ, પોલેન્ડ, જાપાન, પોર્ટુગલ, રશિયા, ચીન અને ભારત.)
જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે પાછલા અઠવાડિયે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે સંક્રમણનું નવું સ્વરૂપ ડેલ્ટા પ્લસ રાજ્યોમાં ડોવિડ 19ની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
કેટલી કારગર છે વેક્સીન
રાજેશ ભૂષણે કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટ પર બંને ભારતીય વેક્સીન અસરકારક છે. કેટલી એન્ટીબૉડી બનાવી રહી છે તેની જાણકારી જલદી જ જાહેર કરાશે. નવું સ્વરૂપ ડેલ્ટા પ્લસ ભારમતાં સૌથી પહેલા સામે આવેલ ડેલ્ટા અથવા B.1.617.2 સ્વરૂપમાં ઉત્પરિવર્તનથી બન્યું છે. ભારતમાં સંક્રમણની બીજી લહેર આવવાનું કારણ પણ ડેલ્ટા જ હતું.
મામલાઓમાં ગિરાવટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સાત મેના રોજ કોરોનાવાયરસ સંક્રમણના સૌથી વધુ મામલા સામે આવ્યા બાદ આ મહામારીના દરરોજ આવતા મામલામાં લગભગ 90 ટકાની ગિરાવટ આવી છે.
જણાવી દઈએ કે આજે 91 દિવસ બાદ છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 50 હજારથી ઓછા 42640 નવા મામલા સામે આવ્યા છે. આની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,99,77,861 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં 1167 વધુ લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયાં છે, જે બાદ કુલ મૃત્યુઆંક વધીને 3,89,302 થઈ ગયો છે.