ભારતે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારીના દમ પર કોરોના મહામારીનો કેવી રીતે સામનો કરવો તેને લઈ પીએમ મોદીએ એક બ્લૉગ લખ્યો છે. પોતાના બ્લૉગમાં પીએમ મોદીએ લખ્યું, 'જ્યારે દુનિયાભરમાં નાણાકીય સંકટ હતું ત્યારે તે ભારતીય રાજ્ય 2020-21માં ઘણું ઉધાર લેવામાં સફળ રહ્યા. જાણીને તમને સુખદ અહેસાસ થશે કે 2020-21માં રાજ્યો 1.06 લાખ કરોડ રૂપિયાનું વધુ ઉધાર લેવામાં સક્ષમ રહ્યાં. કેન્દ્ર અને રાજ્યોમાં ભાગીદારીના વલણના કારણે જ સંસાધનોની ઉપલબ્ધતામાં આ બઢત શક્ય થઈ શકી.'
તેમણે આગળ લખ્યું કે કોરોના મહામારીમાં દુનિયાભરની સરકારો અને નીત ઘડવૈયાઓ સામે નવા પ્રકારના પડકારો આવ્યા. ભારત આ મામલે અપેવાદ નથી. આ દરમિયાન અર્થવ્યવસ્થાને સ્થિર બનાવી રાખવી સુનિશ્ચિત કરતાં જનકલ્યાણના સંસાધન એકઠા કરવા સૌથી મોટો પડકાર રહ્યો.
પીએમ મોદીએ કહ્યું, મે 2020માં આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ભારત સરકારે એલાન કર્યુ્ં હતું કે રાજ્ય સરકારોને 2020-21માં વધુ ઉધાર લેવાની મંજૂરી આપી દેવાશે. જીડીપીથી 2 ટકા વધુ ઉધાર લેવાની મંજૂરી આપી દેવામાં આવી, જેમાંથી રાજ્ય અમુક નક્કી આર્થિક સુધારા કરે તે શર્ત પર 1 ટકા વધુ લેવાની મંજૂરી હતી. સુધારા માટે આવા પ્રકારના પ્રોત્સાહન ભારતના લોકવિત્તમાં ક્યારેય નહી જોયાં હોય.
આ એવી પહેલ હતી જે રાજ્યોને વધુ ધન પ્રાપ્ત કરવા માટે પ્રગતિશીલ નીતિઓને અપનાવવા માટે પ્રોત્સાહિત કરતી હતી. આ પહેલના પરિણામ માત્ર ઉત્સાહજનક જ નથી બલકે મજબૂત આર્થિક નીતિઓના સીમિત ખરીદદાર પણ હોય તે ધારણાની વિપરીત પણ ચાલે છે.