નવી દિલ્લીઃ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એક સોગંદનામામાં કહ્યુ છે કે બધા કોરોના વાયરસ મોત, ભલે તે ક્યાંય પણ થયા હોય, તેને કોવિડ-19ના મોત તરીકે પ્રમાણિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોરોનાથી થયેલ મોત મામલે મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ હતુ કે ઓછામાં ઓછા 6 રાજ્યોમાં મોતના આંકડામાં ઘણા વિસંગતિ થઈ છે. મીડિયામાં આવેલ સમાચારો બાદ સરકારે આ મામલે સંજ્ઞાન લઈને સુપ્રીમ કોર્ટમાં શનિવારની મોડી રાતે 183 પાનાંનુ સોગંદનામુ દાખલ કરીને કોર્ટને ભરોસો અપાવ્યો કે જે ડૉક્ટરોએ નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલમાં થયેલ કોરોના મોતને જ ગણવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર હોસ્પિટલોમાં થયેલ કોરોના વાયરસ રોગીઓના મોતને જ કોવિડ-19 રૂપે પ્રમાણિત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલની બહાર ભલે તે વ્યક્તિનુ મોત ઘરે થયુ હોય કે હોસ્પિટલના પાર્કિંગમાં, આવા મોતને કોરોનાથી થયેલ મોત રૂપે પ્રમાણિત કરવામાં આવ્યા નહિ. હકીકત તો એ છે કે આવા લોકોની સંખ્યા લાખોમાં છે જેમણે હોસ્પિટલમાં જતી વખતે અથવા પોતાના ઘરમાં દમ તોડી દીધો હોય. મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્લીમાં આ વર્ષ અને ગયા વર્ષના મૃત્યુના આંકડામાં વિસંગતિ જોવા મળી છે. આંકડામાં સામે આવ્યુ છે કે એકલા આ પાંચ રાજ્યોમાં 4.8 મોત એવા થયા છે જેમના મોતનુ કારણ અસ્પષ્ટ છે. બિહાર સરકારે હમણા એક આંકડો જાહેર કર્યો જે મુજબ આ વર્ષના શરૂઆતના 5 મહિનામાં 75,000 એવા લોકોના મોત થયા જેમના મોતનુ કારણ ખબર નથી. રાજ્યમાં કોરોનાથી થયેલ મોતના આંકડા અધિકૃત આંકડા કરતા 10 ગણા વધુ છે.
નહિ મળે 4 લાખનુ વળતર
કેન્દ્ર સરકારે એક સોગંદનામાં નવા નિયમોની ઘોષણા કરી જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાથી થયેલ મોત માટે 4 લાખનુ વળતર આપી નહિ શકાય કારણકે આનાથી રાજ્ય સરકારો પર એક સહનીય આર્થિક બોજ પડશે. રાજ્ય સરકારો કોરોનાના કારણે પહેલેથી જ આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે. સરકારનો આ નિર્ણય એ અરજી પછી આવ્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે જે પરિવારોએ કોરોનાના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા એ પરિવારોને ત્યાંની રાજ્ય સરકારો દ્વારા અપાતી આર્થિક મદદ એટલા ન મળી શકી કારણકે પીડિતોને આપેલ મૃત્યુ પ્રમાણપત્રમાં એ વાત લખવામાં આવી નહોતી કે વ્યક્તિનુ મોત કોરોનાથી થયુ છે.
નવા સંશોધન પછી 12 જ દિવસમાં કોરોનાના મોતની સંખ્યામાં 8800નો વધારો થઈ ગયો
આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ જાહેર કરીને કહ્યુ, 'મૃત્યુ પ્રમાણપત્રમાં મોતનુ કારણ ફેફસાની બિમારી અને હ્રદયની બિમારી બતાવવામાં આવ્યુ. પીડિત પરિવારોને આમ-તેમ ભાગવુ પડ્યુ. શું કોરોના પીડિતોને મૃત્યુ પ્રમાણપત્ર આપવાની કોઈ સમાન નીતિ છે? શું કોઈ દિશાનિર્દેશ છે?' ઘણા રાજ્યોમાંથી કોરોનાથી થયેલ મોત મામલે વિસંગતિઓનો રિપોર્ટ સામે આવ્યા બાદ કેન્દ્રએ કોરોનાથી થયેલ મોતના પ્રમાણિત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રના નિર્દશ પર બધા રાજ્યોએ પોતાને ત્યાં મોતોની તપાસ કરવાની શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્ર પણ પોતાને ત્યાં કોરોનાથી થયેલ મોતની સંખ્યામાં સંશોધન કરી રહ્યુ છે. નવા સંશોધન પછી માત્ર 12 દિવસમાં કોરોનાથી થયેલ મોતની સંખ્યામાં 8800નો વધારો થઈ ગયો છે.
મોતના સાચા આંકડાને છૂપાવવાના પ્રયત્નો પર આકરી ટિપ્પણી કરીને શનિવારે સુપ્રીમ કોર્ટે વર્ષ 1975ના એક આદેશનો હવાલો આપીને કહ્યુ કે મોત મામલે ગોપનીયતા કોઈ પણ પ્રકારે જનતાના હિતમાં નથી. આ રીતની ગોપનીયતા ભાગ્યે જ કાયદેસર રીતે ઈચ્છીત હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 3.85 લાખ મોતનો આંકડો નોંધવામાં આવ્યો છે.