વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે 21 જૂનના રોજ યોગ દિવસ કાર્યક્રમ નિમિત્તે સંબોધન કરશે. આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'કલ્યાણ માટે યોગ' (Yoga for Wellness) રાખવામાં આવી છે. પીએમ મોદી સવારે 6.30 વાગ્યે આ કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે.
આયુષ મંત્રાલય જે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે નોડલ મંત્રાલય છે, તેણે એક નિવેદનમાં કહ્યું કે કોવિડ 19 મહામારી અને સામૂહિક ગતિવિધિઓ પર પરિણામી પ્રતિબંધોને ધ્યાનમાં રાખી દિવસનો પ્રમુખ કાર્યક્રમ એક ટેલિવિઝન પર થશે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે સોમવારે તમામ દૂરદર્શન ચેનલ પર સવારે 6.30 વાગ્યે શરૂ થનાર આ કાર્યક્રમમાં આયુષ મંત્રી કિરેન રિજિજૂનું સંબોધન અને મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન દ્વારા એક લાઈવ યોગ પ્રદર્શન પણ સામેલ હશે.
ઉલ્લેખનીય છે કે 21 જૂન 2015ના રોજ પહેલીવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જે બાદથી દરરોજ 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જેનો ઉદ્દેશ્ય યોગના માધ્યમથી લોકોને સ્વસ્થ રહેવા પ્રેરિત કરવાનો છે.