નવી દિલ્લીઃ ગયા વર્ષે મોદી સરકારે માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ. તેના કારણે સામાન્ય જનતા સામે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. ધીમે-ધીમે સ્થિતિ પાટા પર આવી રહી હતી કે કોરોનાની બીજી લહેરે બચેલી આશાઓ પર પણ પાણી ફેરવી દીધુ. જનતાને લાગી રહ્યુ હતુ કે સરકાર આ મુશ્કેલીમાંથી સમયસર બહાર નીકળવામાં મદદ કરશે પરંતુ ઉલટાનુ સરકાર તરફથી ટેક્સનો બોજો લાદી દેવામાં આવ્યો છે. જેના માટે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક રિપોર્ટ શેર કર્યો છે જે મુજબ ભારત સરકારને આવકવેરાથી 4.69 લાખ કરોડ રૂપિયા મળ્યા જ્યારે ખાનગી કંપનીઓએ 4.57 લાખ કરોડ કૉર્પોરેટ ટેક્સ જમા કર્યો. વળી, બીજી તરફ હાલમાં વધુ ટેક્સ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી અને વેટ રૂપે 5.25 લાખ કરોડ રૂપિયા જનતાએ ચૂકવ્યા છે. આ આંકડા માત્ર ડિસેમ્બર 2020સુધીના છે જેમાં જાન્યુઆરીથી માર્ચવાળા ત્રિમાસિક શામેલ નથી. આ રિપોર્ટને આધાર બનાવીને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધીને લખ્યુ કે કેન્દ્રએ ટેક્સ વસૂલીમાં પીએમડી કરી રાખ્યુ છે.
પહેલા કહી હતી આ વાત
બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે મોદી સરકારના વિકાસના આ હાલ છે કે જો કોઈ દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ ના વધે તો સમાચાર બની જાય છે. એ પહેલા એક બીજા ટ્વિટમાં લખ્યુ હતુ કે મહામારી, મોંઘવારી, બેરોજગારી-જે બધુ જોઈ પણ બેઠા છે મૌન, જન-જન દેશની જનતા છે, જવાબદાર કોણ?
टैक्स वसूली में PhD. pic.twitter.com/RfRxmF8o7J
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2021