ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી. કોરોના સામેની એક મહિના લાંબી લડાઈ બાદ મિલ્ખા સિંહ જિંદગીનો જંગ હારી ગયા છે. હોસ્પિટલમાં દાખલ મિલ્ખા સિંહની તબિયત સતત લથડતી જતી હતી. શુક્રવારે તેમનું ઑક્સીજન લેવલ પણ ઘણું ગગડી ગયું હતું.
ચંદીગઢના પીજીઆઈએમઆર હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ મિલ્ખા સિંહનો ઈલાજ ચાલી રહ્યો હતો, જે બાદ શુક્રવારે મોડી રાતે 11.24 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા. અગાઉ ગત રવિવારે મિલ્ખા સિંહના પત્ની નિર્મલા કૌરનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું, તેઓ મોહાલીના હોસ્પિટલમાં દાખલ હતાં.
જણાવી દઈએ કે પાછલા એક મહિનેથી કોરોના સંક્રમિત મહાન દોડવીર મિલ્કા સિંહનો કોરોના બુધવારે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, જે બાદ તેમને આઈસીયૂમાંથી જનરલ આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર્સની એક ટીમ તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખી રહી હતી. જ્યારે પીજીઆઈએમઆર પાસેથી મળેલી જાણકારી મુજબ ગુરુવારની રાતે અચાનક તેમને તાવ આવી ગયો અને તેમનું ઑક્સીજન લેવલ પણ ડાઉન થઈ ગયું હતું.