નવી દિલ્લીઃ આજે દેશના ત્રણ રાજ્યો મણિપુર, મેઘાલય અને આસામમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આસામમાં રાતે 2 વાગીને 4 મિનિટે, મેઘાલયમાં સવારે 4 વાગીને 20 મિનિટે અને મણિપુરમાં 1 વાગીને 6 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા. અચાનક રાતે આવેલા ભૂકંપથી લોકો થોડા ભયભીત થઈ ગયા અને ઘરોમાંથી બહાર નીકળી ગયા પરંતુ હતુ સુધી મળેલી માહિતી મુજબ ક્યાંયથી પણ જાન-માલના નુકશાનના સમાચાર નથી.
નેશનલ સેન્ટર ઑફ સિસ્મોલૉજીએ કહ્યુ છે કે રિક્ટર સ્કેલ પર 4.1, 3.0 અને 2.6ની તીવ્રતાના ભૂકંપે આજે ક્રમશઃ સોનિતપુર(આસામ), ચંદેલ(મણિપુર), પશ્ચિમ ખાસી હિલ્સ(મેઘાલય)ને પોતાની ચપેટમાં લીધુ છે પરંતુ હજુ સુધી નુકશાનના કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે લોકો કોરોના વાયરસના આક્રમણના કારણે પહેલેથી જ ઘણા ગભરાયેલા છે અને એવામાં ભૂકંપના ઝટકાએ લોકોની અંદર દહેશત પેદા કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 30 મેના રોજ સોનિતપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. એ વખતે પણ તેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. જો કે એ વખતે પણ જાન-માલના નુકશાનના કોઈ સમાચાર નહોતા.
શું હોય છે ભૂકંપ
તમને જણાવી દઈએ કે ભૂકંપ પૃથ્વીના પડના પરસ્પર ટકરાવાના કારણે નીકળતી એનર્જીના કારણે આવે છે. વાસ્તવમાં પૃથ્વીની નીચે ઘણા પ્રકારની પ્લેટો હોય છે જે સમયે સમયે વિસ્થાપિત થાય છે. આને પ્લેટ ટેક્ટૉનિક્ક કહેવાય છે. જ્યારે પણ આ પ્લેટો ગતિશીલ થાય ત્યારે પરસ્પર ટકરાય છે. આ પ્લેટોના ટકરાતા જ તરંગો પેદા થાય છે. જેનાથી કંપન થાય છે જેને ભૂકંપ કહેવામાં આવે છે.