કોરોનાવાયરસની મહામારી વચ્ચે એકે રાહતના સમાચાર સામે આવ્યા છે, નવા મામલામાં ઘટાડો જોવા મળ્યો છે. પાછલા ત્રણ દિવસમાં થોડા મામલા વધ્યા છે પરંતુ હવે પહેલાની સરખાણીએ સંક્રમણ ફેલાવવાની ગતિ ઘણી ઘટી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં કોરોનાવાયરસના 67,256 નવા મામલા સામે આવ્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 2329 લોકોના મોત થયાં છે. જ્યારે 103570 લોકો સાજા થઈ હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં હજી પણ કુલ સંક્રમિત લોકોની વાત કરીએ તો આ સંખ્યા 2 કરોડ 97 લાખ 313 છે જ્યારે અત્યાર સુધી 2 કરોડ 84 લાખ 91 હજાર 670 દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચી ગયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધી કોરોનાના 3 લાખ 81 હજાર 903 લોકોના મોત થઈ ચૂક્યાં છે.
દેશમાં કોરોનાના કુલ સંક્રિય મામલાની વાત કરીએ તો આ પાછલા 71 દિવસમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. હવે દેશમાં કોરોનાના કુલ સંક્રમિત મામલા 8 લાખ 26 હજાર 740 છે. સારી બાબત એ છે કે દેશમાં કોરોના રસીકરણની ગતિ સતત વધી રહી છે અને અત્યાર સુધી કોરોનાના કુલ 26 કરોડ 55 લાખ 19 હજાર 251 ડોઝ આપી દેવાયા છે. દેશના ચાર રાજ્યો એવામાં છે જ્યાં સંક્રમિત થનાર લોકોની સંખ્યા ડિસ્ચાર્જ થનાર દર્દીઓથી ઓછી છે.