Gaza-israel Conflict: ઈઝરાયેલમાં સત્તા પરિવર્તન બાદ ફરી એકવાર ફિલીસ્તીન સાથે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. સમાચાર એજન્સી એએફપી મુજબ ઈસ્રાઈલે બુધવારે સવારે એરસ્ટ્રાઈક કરી. ફિલીસ્તીન તરફથી આગના ગુબ્બારા મોકલાયા બાદ ઈઝરાયલે આ પગલું ઉઠાવ્યું. પોલીસ અને સેના મુજબ આ આગના ગુબ્બારા અને એરસ્ટ્રાઈકે ઈઝરાયેલ અને ગાઝાને ફરી એકવાર આમને સામને લાવી દીધા છે. અગાઉ 11 દિવસ સુધી બંને દેશ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. જેમાં ફિલિસ્તીનના 260 અને ઈઝરાયેલના 13 લોકોના મોત થયાં હતાં. 21 મેના રોજ યુદ્ધ વિરામ પર સહમતિ બની હતી.
ફિલિસ્તીની સૂત્રો મુજબ ઈઝયરાયેલની વાયુસેનાએ દક્ષિણી ગાજા શહેરના ખાન યુનિસ વિસ્તારને નિશાન બનાવ્યો, એએફપીના એક ફોટો પત્રકારે આ ધમાકો પોતાની નરી આંખે જોયો છે. ઈઝરાયેલના સુરક્ષા બળોએ જણાવ્યું કે ગાઝા દ્વારા આર્સન ગુબ્બારાના જવાબમાં અમારા લડાકૂ વિમાનોએ હમાસના આતંકવાદી સંગઠનોના સંબંધિત ઠેકાણે હુમલો કર્યો છે.
Arson balloons were launched from Gaza into Israel yesterday, causing multiple fires. In response, IDF fighter jets struck Hamas military compounds last night, which were used as meeting sites for Hamas terror operatives.
— Israel Defense Forces (@IDF) June 16, 2021
Hamas will bear the consequences for its actions. pic.twitter.com/lYhqfx26fm
પરેડ બાદ તણાવ વધ્યો
ઈઝરાયેલના ધુર રાષ્ટ્રવાદીઓએ શક્તિ પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વી યરૂશલમમાં એક પરેડ કાઢી હતી. જેના જવાબમાં ગાઝામાં ફલસ્તીનિયોએ ગુબ્બારા છોડી મૂક્યા હતા. તેમની આ ગતિવિધિથી દક્ષિણી ઈઝરાયેલમાં ઓછામા ઓછી 10 જગ્યાએ આગ લાગી ગઈ હતી.