તેલંગાણામાં ભૂતપૂર્વ પ્રધાન ઇટાલા રાજેન્દ્ર સોમવારે તમામ રાજ્યોમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપમાં જોડાયા હતા. સોમવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ઇટાલા રાજેન્દ્ર બે કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આપને જણાવી દઈએ કે કેસીઆરની નજીક ગણાતા રાજેન્દ્રએ 12 જૂને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
તેલંગણામાં બીજેપી થયું મજબુત
બે દિવસ પહેલા, જ્યારે ઇટાલા રાજેન્દ્રએ વિધાનસભામાં હુઝુરાબાદના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારથી તે હવે ભાજપમાં જોડાશે તેવી ભારે ચર્ચા ચાલી રહી હતી. જે બાદ તેમણે સોમવારે પાર્ટીનું સભ્યપદ લીધું હતું. આ સમાચાર તેલંગાણામાં ભાજપના વધુ મજબુત હોવાનો સંકેત આપે છે, કેમ કે રાજેન્દ્ર શાસક ટીઆરએસના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ ભાજપમાં સામેલ થયા બાદ ટીઆરએસના કેટલાક વધુ નેતાઓ પણ પાર્ટીમાં જોડાવાની સંભાવના છે.
Delhi: Former Telangana Minister Eatala Rajender, who resigned as an MLA on 12th June, joins BJP in the presence of Union Ministers Dharmendra Pradhan and G Kishan Reddy. pic.twitter.com/JWIQ8la7GT
— ANI (@ANI) June 14, 2021
ગયા મહિને મંત્રીમંડળમાંથી બરતરફ કરાયા હતા
ગયા મહિને રાજેન્દ્રને કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમની સામે ફરિયાદ એવી હતી કે તેના પરિવારના સભ્યોની માલિકીની કંપનીઓએ રાજ્યની જમીન પર અતિક્રમણ કર્યું હતું. કેબિનેટમાંથી હટાવ્યા બાદ તેમણે પક્ષના સભ્યપદથી રાજીનામું આપ્યું હતું.