ઇરાકી પ્રશાસને રવિવારે જણાવ્યું કે આઈએસ દ્વાર માર્યા ગયેલા 123 લોકોના અવશેષો તેમની ઓળખ માટે એક સામૂહિક કબરને ખોદી કાઢાવામાં આવી રહ્યા છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, આઈએસના ઇરાકના એક તૃતીયાંશ ભાગ પર કબજા બાદ 2014માં તેણે બાદૂશ જેલ નરસંહારને અંજામ આપ્યો હતો.
એ વર્ષે જૂનમાં આઈએસ લડાકુોએ ઉત્તર પશ્ચિમમાં જેલ પર હુમલો કર્યો હતો અને સુન્ની મુસલમાન સાથીઓને છોડાવવાની સાથે 583 શિયા કેદીઓને જબરજસ્તી પોતાની સાથે લઈ ગયા હતા. બાદમાં તેમને મારી નાખ્યા હતા.
2017માં એક સામૂહિક કબર મળી હતી, બાદમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં ઘણા પરિવારોએ પોતાના માર્યા ગયેલા સ્વજનોના મૃતદેહોની ઓળખ માટે લોહીના નમૂના આપ્યા હતા, જેથી ડીએનએથી તેમને મિલાવી શકાય.
આ જેલ નિનેવેહ પ્રાંતમાં આવેલી છે, ત્યાંના ગર્વનર નજ્મ અલ-જુબ્બુરીએ એએફપીને કહ્યું, "હજારો પરિવાર એ જાણવા માટે રાહ જોઈ રહ્યા છે કે તેમના પરિજનો સાથે શું થયું હતું."
પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી (પીડીપી)નાં અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જો આજે ડૉ. ભીમરાવ આંબેડકર જીવિત હોય તો ભાજપ તેમને પણ 'પાકિસ્તાન સમર્થક' ગણાવી દેત.
મુફ્તીએ રવિવારે આ વાત અનુચ્છેદ 370 ખતમ કરવાના નિર્ણય અંગે કૉંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની ટિપ્પણી પર વિવાદ થયા બાદ કરી.
મહેબૂબાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 ડૉ. આંબેડકરની દેણગી હતી, જેને ભાજપ સરકારે નિષ્ફળ કરી નાખી.
https://twitter.com/MehboobaMufti/status/1403974685491007495
અગાઉ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયાના ઑડિયો પ્લેટફોર્મ ક્લબહાઉસ પર થઈ રહેલી વાતચીતમાં કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તેઓ કલમ 370ને પાછી લાવશે અને જમ્મુ-કાશ્મીરને તેનો વિશેષ દરજ્જો પાછો અપાવવાની કોશિશ કરશે.
દિગ્વિજયસિંહના આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો અને સત્તાધારી પાર્ટી ભાજપે તેની આકરી ટીકા કરી હતી.
ભાજપે કહ્યું હતું કે દિગ્વિજયસિંહનું આ નિવેદન કૉંગ્રેસની સામાન્ય પૅટર્ન દર્શાવે છે.
ભાજપે કૉંગ્રેસ પર પાકિસ્તાન સાથે 'મિલીભગતનો આરોપ' પણ લગાવ્યો હતો.
મહેબૂબાએ ટ્વીટ કર્યું, સારું છે કે "આંબેડકરજી આજે જીવિત નથી, નહીં તો ભાજપ તેમને પણ પાકિસ્તાનના સમર્થક ગણાવીને તેમની બદનામી કરત."
દુનિયાના નંબર-1 ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવેચે ફ્રેન્ચ ઓપન 2021નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
ટક્કર બાદ તેમણે ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને 6-7, 2-6, 6-3, 6-2, 6-4થી હરાવી દીધા.
આ જોકોવેચનો બીજો ફ્રેન્ચ ઓપન ખિતાબ છે. અગાઉ તેઓ 2016માં ચૅમ્પિયન બન્યા હતા.
પહેલો સેટ એક કલાક 12 મિનિટ ચાલ્યો હતો અને અંતમાં સિતસિપાસે તેને 7-6 (8-6)થી જિત્યો.
બીજો સેટ સિતસિપાસે 35 મિનિટમાં 6-2થી પોતાના નામે કરી લીધો હતો.
બંને ખેલાડીઓના 53 મિનિટના સંઘર્ષ બાદ જોકોવેચે ત્રીજો સેટ 6-3થી જીતવામાં સફળતા મળી હતી.
ચોથો સેટ જોકોવેચે સરળતાથી 6-2થી જીતી લીધો હતો.
https://www.youtube.com/watch?v=HMBls-MHmDQ&t=1s
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો