દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર બાદ આશંકા જતાવાઈ રહી છે કે કોરોનાની ત્રીજી લહેર પણ જલદી જ દસ્તક આપી શકે છે અને ત્રીજી લહેરમાં બાળકો માટે સૌથી વધુ ખતરો હશે. તમામ રિપોર્ટમાં ત્રીજી લહેર બાળકો માટે મુસીબત બની શકે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ નૈંસેટ રિપોર્ટ મુજબ કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરશે તે વાતના કોઈ પુખ્તા સબૂત નથી. લૈંસેટ કોવિડ 19 ઈન્ડિયા ટાસ્ક ફોર્સે જે રિપોર્ટ તૈયાર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું કે કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરશે, તેના કોઈ પુખ્તા સબૂત નથી મળ્યાં.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મોટાભાગના બાળકોમાં કોવિડના લક્ષણો નથી અને તેઓ અસિંપ્ટોમૈટિક છે, બાળકોમાં હળવું સંક્રમણ જોવા મળ્યું છે. બાળકોમાં તાવ અને શ્વાસ લેવાની સમસ્યા સામે આવી છે, સાથે જ તેમના ડાયરિયા, ઉલ્ટી, પેટમાં દુખાવાની ફરિયાદ થાય છે. 2600 બાળકો હોસ્પિટલમાં દાખલ છે તેમના આંકડા લેવામાં આવ્યા છે, આ બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી છે. આ બાળકો તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, એનસીઆર રિઝનના છે. આ બાળકોની જાણકારી એકઠી કરી તેના આધારે જ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ આ હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુ દર માત્ર 2.4 ટકા છે, જે બાળકોનાં મૃત્યુ થયાં છે તેમાથી 40 ટકા બાળકોને બીજી બીમારી પણ હતી.
હોસ્પિટલમાં દાખલ કરાયેલ 9 ટકા સંક્રમિત બાળકોમાં ગંભીર બીમારી હતી. કોરોનાની બે લહેરમાં જ આવા આંકડા જોવા મળ્યા છે. એમ્સના ડૉક્ટર શેફાલી ગુલાટી, સુશીલના કાબરા અને રાકેશ લોઢાએ આ રિપોર્ટમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. કાબરાએ કહ્યું કે કોરોના સંક્રમિત 5 ટકાથી ઓછા બાળકોને દાખલ કરવાની જરૂરત પડી છે અને જેટલા દાખલ કરવામાં આવ્યા છે તેમાં માત્ર 2 ટકાના મૃત્યુ થયાં છે. ઉદાહરણ તરીકે માની લો કે જો એક લાખ બાળક સંક્રમિત થયાં હોય તો તેમાંથી માત્ર 500 બાળકોને જ દાખલ કરવા પડ્યાં અને તેમાંતી 10 બાળકોના મૃત્યુ થયાં. ડાયાબિટીઝ, કેંસર, એનીમિયા, કુપોષણ વગેરે મૃત્યુના કારણ છે. સામાન્ય બાળકોમાં મૃત્યુદર બહુ દુર્લભ છે.