નવી દિલ્લીઃ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે એક્સપર્ટનુ માનવુ છે કે આ લહેરની સૌથી વધુ અસર બાળકો પર થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી બાળકોને સંભવિત કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે આરોગ્ય ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. આ ગાઈડલાઈન 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવી છે જેમાં વિસ્તારથી જણાવવામાં આવ્યુ છે કે બાળકોને કોરોનાથી બચાવવા માટે શું કરવુ જોઈએ અને શું ન કરવુ જોઈએ.
રેમડિસિવીરના ઉપયોગ પર રોક
આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે બાળકોને એંટીવાયરલ દવા રેમડેસિવિરના ઉપયોગનુ સૂચન આપવામાં નથી આવી રહ્યુ. આ ઉપરાંત બાળકોને સ્ટીરોઈડ ત્યારે જ આપવી જોઈએ જ્યારે તેની તબિયત વધુ ખરાબ થાય. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ માટે રેમડેસિવિરનુ સૂચન કરવામાં આવ્યુ નથી, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ દવાના ઉપયોગ માટે પૂરતા આંકડા હાજર નથી કે આ દવા બાળકો પર કેટલી અસરકારક કે સુરક્ષિત છે. આ સાથે જ સરકાર તરફથી બાળકોનો 6 મિનિટનો ટેસ્ટ કરવાનુ સૂચન કરવામાં આવ્યુ છે. જે બાળકો 12 વર્ષથી ઉપરના છે તેમને કાર્ડિયો પલ્મનરી એક્સરસાઈઝ કરવા માટે કહેવામાં આવ્યુ છે.
બાળકોને 6 મિનિટનો ટેસ્ટ
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે બાળકોની આંગળી પર પલ્સ ઑક્સીમીટર લગાવીને તેને રૂમમાં જ 6 મિનિટ સુધી ચાલવા માટે કહેવામાં આવે. જો મીટર પર સેચ્યુરેશન 94 ટકાથી ઓછુ કે પછી 3-5 ટકાથી વધુ અંતર બતાડે કે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થાયતો તેમને હોસ્પિટલમાં ભરતી કરવા જોઈએ. જે બાળકોને અનિયંત્રિત અસ્થમા છે તેમણે આ ટેસ્ટ ન કરવો જોઈએ. જો બાળકોને ગંભીર કોવિડ તાવ હોય તો તેને તરત જ ઑક્સિજન થેરેપી આપવી જોઈએ. બાળકમાં ફ્લુડ અને ઈલેક્ટ્રોલાઈટને સંતુલિત કરવુ જોઈએ અને કોર્ટીકૉસ્ટેરાઈડ થેરેપી શરૂ કરી દેવી જોઈએ.
એસ્ટેરાઈડના ઉપયોગ માટે સલાહ
વાસ્તવમાં એસ્ટેરાઈડ તેમના માટે નુકશાનકારક છે જેમનામાં કોરોનાના લક્ષણ નથી દેખાતા કે પછી જેમને શરૂઆતનો કોરોના છે. બાળકોને હોસ્પિટલમાં ડૉક્ટરોના નિરીક્ષણમાં બહુ વધુ તબિયત ખરાબ થવા પર જ નિયંત્રિત માત્રામાં એસ્ટેરાઈડ આપવો જોઈએ. એક્સપર્ટનુ માનવુ છે કે એસ્ટેરાઈડનો ખોટો ઉપયોગ જ દેશમાં બ્લેક ફંગસના ફેલાવાનુ મહત્વનુ કારણ છે. જે બાળકો 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે તે માસ્ક નથી પહેરી શકતા અને બાળકો 6થી 11 વર્ષના છે તેમણે માતાપિતાની દેખરેખમાં માસ્ક પહેરવુ જોઈએ.
ડૉક્ટરોને સલાહ
આ ઉપરાંત ડૉક્ટરોને પણ આ ગાઈડલાઈનમાં અમુક સલાહ આપવામાં આવી છે. ડૉક્ટરોને સલાહ આપવામાં આવી છે કે બાળકોનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરોએ હાઈ રિઝોલ્યુશન સીટી સ્કેન કરાવતા પહેલા વિચારવુ જોઈએ અને અપરિહાર્ય સ્થિતિમાં જ આવુ કરવુ જોઈએ. બ્લેક ફંગસથી મૃત્યુદરને રોકવા માટે ડૉક્ટરોને કહેવામાં આવ્યુ છે કે તે આને ઈમરજન્સીની જેમ જુએ અને તરત જ ઈલાજ શરૂ કરે, તે કલ્ચના રિપોર્ટની રાહ ન જુએ.