મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વેસ્ટમાં એક ઘર ગઈ રાતે ધરાશાયી થઈ ગયુ. આ દૂર્ઘટનામાં 11 લોકોના માર્યા ગયાના સમાચાર છે જ્યારે 7 લોકો ઘાયલ થઈ ગયા છે. બીએમસીના જણાવ્યા અનુસાર આ બિલ્ડિંગ ચાર માળની હતી, ભારે વરસાદના કારણે આ બિલ્ડિંગ ધસી ગઈ. દૂર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ઘટના પર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગની આસપાસની ત્રણ બિલ્ડિંગને ખાલી કરાવી લેવામાં આવી છે.
માહિતી અનુસાર આ બિલ્ડિંગ ન્યૂ કલેક્ટર કમ્પાઉન્ડ પાસે સ્થિત હતી. બિલ્ડિંગની આસપાસની ત્રણ ઈમારતો કે જેમની હાલત ઠીક નથી તેમને ખાલી કરાવી લેવામાં આવી છે. દૂર્ઘટના બાદ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનુ કામ ચાલુ છે. મુંબઈના વેસ્ટ ઝોન 11ના ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યુ કે દૂર્ઘટનામાં 15 મહિલાઓ અને બાળકોને બચાવવામાં આવ્યા છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. દૂર્ઘટનામાં હજુ બીજા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની સંભાવના છે. ઘટના સ્થળે ટીમ હાજર છે અને લોકોને બચાવવાનુ કામ ચાલુ છે.
ઘટના સ્થળે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખ પણ પહોંચ્યા. તેમણે જણાવ્યુ કે વરસાદના કારણે બિલ્ડિંગ પડી ગઈ. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે જેથી જાણી શકાય કે બીજા લોકો કાટમાળ નીચે છે કે નહિ. ઘટના સ્થળે હાજર સ્થાનિક રહેવાસીએ જણાવ્યુ કે આ દૂર્ઘટના રાતે લગભગ 10.15 વાગ્યાની છે. જ્યારે મારા પર બે લોકોએ હુમલો કર્યો તો હું બિલ્ડિંગમાંથી બહાર આવ્યો. જ્યારે હું બહાર જઈ રહ્યો હતો ત્યારે જોયુ ત્રણ બિલ્ડિંગ પડી ગઈ છે.