ભારતમાં કોરોનાની બીજી લહેરથી એંજેલિના જોલી થઈ દુખી

|

ભારતમાં કોરોના મહામારીથી લાખો લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેવી રીતે એપ્રિલ અને મેના મહિનામાં કોરોનાની બીજી લહેરે દેશમાં કહેર મચાવ્યો તેણે હજારો લોકોના જીવ ભરખી લીધા. દુનિયાભરના કેટલાય દેશ, સેલિબ્રિટી ભારતમાં આ સંકટ સમયે પોતાનું દુખ વ્યક્ત કરી સંવેદના પ્રકત કરી રહ્યા છે. હૉલીવુડ સ્ટાર એંજેલિના જોલીએ પણ ભારતમાં કોરોનાની સ્થિતિ પર દુખ વ્યક્ત કર્યું છે. એંજેલિના જોલીએ કહ્યું કે ભારતમાં જે હાલાત હતા તે વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.

કેટલીય બૉલીવુડ હસ્તીઓે ભારત પર પ્રતિક્રિયા આપી

જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના મામલામાં ગિરાવટ નોંધાવવી શરૂ થઈ ગઈ છે, જેમ જેમ રસીકરણની ગતિ વધી રહી છે અને વધુ લોકો વેક્સીનેટ થઈ રહ્યા છે, તેમ તેમ સંક્રમણ દર ગગડતો જોવા મળી રહ્યો છે. ભારતમાં સંક્રમણના હાલાત પર કૈમિલા કૈબિલો, શૉન મેંડેસ, વિલ સ્મિથે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ભારત માટે સંવેદના વ્યક્ત કરી હતી.

તમારા દુખને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી

એનડીટીવી સાથે વાત કરતાં એેંજેલિના જોલીએ કહ્યું કે હું ભારી મન સાથે ભારતના લોકોને કહેવા માંગું છું કે મારી પાસે તમારા દુખને વ્યક્ત કરવા માટે શબ્દો નથી, જે લોકોએ ભારતમાં પોતાના લોકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. એંજેલિના જોલીની હાલની રિલીઝ ફિલ્મોની વાત કરીએ તો તેમની છેલ્લી ફિલ્મ દોજ વ્યૂ વિશ મી ડેડ હતી. આ ફિલ્મમાં તેમણે ફાઈટરની ભૂમિકા નિભાવી છે. ફિલ્મ ડાયરેક્ટર ટેલર શેરિડન છે.

દેશમાં કોરોનાની ગતિ ઘટી રહી છે

જણાવી દઈએ કે ભારતમાં પાછલા 60 દિવસ બાદ કોરોનાના સક્રિય મામલા 12 લાખથી ઘટ્યા છે. સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણના મામલા 1 લાખથી ઓછા આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 94052 નવા મામલા સામે આવ્યા છે જ્યારે 6148 લોકોના સંક્રમણને કારણે મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 359676 લોકોના મોત થઈ ચૂક્યાં છે. હજી પણ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 11 લાખ 67 હજાર 952 છે. દેશમાં કોરોના રસીકરણમાં ગતિ આવી છે અને અત્યાર સુધી 24.27 કરોડ ડોઝ આપી ચૂકાયા છે.

MORE ANGELINA JOLIE NEWS  

Read more about:
English summary
Angelina Jolie is saddened by the second wave of Corona in India
Story first published: Thursday, June 10, 2021, 11:16 [IST]