નવી દિલ્લીઃ દુનિયાભરમાં કોરોનાની મહામારી લોકો માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. કોરોનાની બીજી લહેરો ભારત સહિત ઘણા દેશોમાં ઘણા લોકોના જીવ લઈ લીધા છે. પરંતુ જે રીતે હવે સંક્રમણના કેસ ઘટી રહ્યા છે તેને જોઈને ઘણા દેશોમાં લૉકડાઉન અને કોરોના પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી રહી છે પરંતુ આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનૉમ ગેબ્રીસસે સાવચેત કર્યા છે. તેમણે કહ્યુ કે દુનિયાભરમાં જે રીતે કોરોના સંક્રમણના નવા વેરીઅન્ટ સામે આવ્યા છે જેમાં ડેલ્ટા વેરિઅંટ પણ શામેલ છે તેને જોઈને કોરોના પ્રતિબંધોને જલ્દી હટાવવા જોખમી થઈ શકે છે. પ્રતિબંધોને ઉતાવળમાં હટાવી લેવા એ લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે જેમને કોરોનાની વેક્સીન આપવામાં આવી નથી.
વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલે કહ્યુ કે અમને લાગે છે કે હજુ પણ ઘણા દેશ કોરોનાની ખતરનાક લહેરનો સામનો કરી શકે છે જેમને દેશોમાં સર્વાધિક લોકોને કોરોનાની રસી લીગ છે ત્યાં પ્રતિબંધોને ખતમ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમને સાવધાનીપૂર્વક ઘટાડવા જોઈએ. તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને ઘણા રાજ્યોમાં લૉકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં લૉકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે.