ભારે વરસાદની આશંકા
પંજાબમાં ચોમાસાની એન્ટ્રી 11 જૂને થઈ શકે છે અને આ સમયે અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મણિપુર અને આજુબાજુના રાજ્યોમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું કે ચોમાસુ 12, 13 જૂન દરમિયાન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ અને બિહાર પહોંચશે. તો આજે ઓલીના પર્વતો પર બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદની એલર્ટ ચાલુ છે.
દિલ્હીમાં ચઢશે પારો
દિલ્હીમાં હવામાન આ અઠવાડિયે શુષ્ક, ગરમ અને પ્રદૂષિત થવાનું છે. આઇએમડીએ કહ્યું છે કે 11 જૂન સુધી સ્પષ્ટ આકાશ સાથે, 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન દિલ્હીમાં આવી શકે છે, જ્યારે 13 જૂનથી દિલ્હીનું હવામાન બદલાશે અને હળવા વરસાદની સંભાવના છે.
સ્કાયમેટે શું કહ્યુ?
જ્યારે સ્કાયમેટ વેધર મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં અને મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અંદમાન અને નિકોબાર આઇલેન્ડ અને કેરળમાં 12 સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.
|
ભારે વરસાદ થશે
બીજી તરફ પશ્ચિમ હિમાલય, પૂર્વોત્તર ભારત, મધ્ય મહારાષ્ટ્રના ભાગો અને દરિયાઇ આંધ્રપ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બિહાર, ઓરિસ્સા, તેલંગાણા, મરાઠાવાડા અને વિદરભાના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. ગુજરાત અને છત્તીસગઢમાં એક કે બે સ્થળોએ હળવા વરસાદ શક્ય છે.