નવી દિલ્લીઃ ભારત સરકાર દ્વારા નવા આઈટી નિયમો માટે આપવામાં આવેલ અલ્ટીમેટમ બાદ ટ્વિટરની મુશ્કેલીઓ વધી ગઈ છે. નવા આઈટી નિયમોનો લાગુ અને પાલન કરવા માટે હવે માઈક્રો બ્લૉગિંગ વેબસાઈટે ભારત સરકાર પાસે થોડો વધુ સમય માંગ્યો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ટ્વિટરને ફાઈનલ અલ્ટિમેટમ મોકલ્યુ હતુ જેના પર હવે કંપનીનો જવાબ આવ્યો છે. ટ્વિટરના સ્પોક પર્સને સોમવારે કહ્યુ કે કંપની ભારતને સંપૂર્ણપણે પ્રતિબદ્ધ રહ્યુ છે અને રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ નવા આઈટી નિયમોને લાગુ કરવા માટે ટ્વિટર સતત કોઈને કોઈ બહાના બનાવી રહ્યુ છે.
સરકારે જ્યારે ફાઈનલ નોટિસ મોકલી તો કંપની દેશમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીના કારણે થોડા વધુ દિવસોની મહોલત માંગી છે. ટ્વિટરના પ્રવકતાએ કહ્યુ કે અમે ભારત સરકારને આશ્વાસન આપ્યુ છે કે ટ્વિટરના નવા દિશાનિર્દેશોનુ પાલન કરવા માટે દરેક સંભવ પ્રયત્નો કરી રહ્યા છે અને અમારી પ્રગતિનુ અવલોકન વિધિવત શેર કરવામાં આવ્યુ છે. અમે ભારત સરકાર સાથે પોતાની રચનાત્મક વાતચીત ચાલુ રાખીશુ. નવા નિયમોનુ પાલન કરવા માટે અમને થોડો વધુ સમય જોઈએ.
તમને જણાવી દઈએ કે દેશમાં બનાવવામાં આવેલ નવા આઈટી નિયમો માટે ગૂગલે જ્યાં સ્પષ્ટ કરી દીધુ કે તે આ નવા નિયમો મુજબ કામ કરશે. ત્યાં ટ્વિટરે પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ નથી ત્યારબાદ ભારત સરકારે નવા આઈટી નિયમોના અનુપાલન માટે ટ્વિટરને શનિવારે(5 જૂન) અંતિમ નોટિસ મોકલી હતી. નવા નિયમોની અનુપાલનામાં વિલંબ કરતા વલણને જોતા સરકારે ટ્વિટરને એક અંતિમ નોટિસ મોકલવાનો નિર્ણય કર્યો હતો. નોટિસમાં સરકારે ટ્વિટરને ચેતવીને કહ્યુ કે જરૂરિયાતોનુ તરત પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે જ કહેવામાં આવ્યુ છે કે જો આમ કરવામાં ન આવ્યુ તો પછી સરકાર કાનૂની કાર્યવાહી કરવા માટે મજબૂર હશે.