ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પનુ પેન્ટ
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઉંધુ પેન્ટ પહેરી લીધુ હતુ. લોકોનુ કહેવુ છે કે પેન્ટનો આગળનો ભાગ પાછળ અને પાછળનો ભાગ આગળ રહી ગયો. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે શું ડોનાલ્ડ ટ્ર્મ્પે જાણીજોઈને ખોટી રીતે પેન્ટ પહેર્યુ છે કે પછી અજાણતા તેમણે ભૂલ કરી દીધી છે? સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સમર્થકોને સંબોધિત કર્યા બાદ જ્યારે ડાયસમાંથી બહાર આવે છે ત્યારે તેમના પેન્ટમાં ઝિપર નથી દેખાતી. જે વીડિયો તમે જોઈ રહ્યા છો તે વીડિયો શુક્રવારનો છે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નૉર્થ કેરોલિના રાજ્યમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2024માં રિપલ્બિકન પાર્ટીની જીતનો દાવો કર્યો છે.
ટ્રમ્પનુ પેન્ટ ઉલટુ કે સીધુ?
ડેલી મેલના રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યુ છે કે ટ્રમ્પે ઉલટુ પેન્ટ પહેર્યુ છે. આ વીડિયો જોઈને એવુ નથી લાગતુ કે વીડિયો સાથે કોઈ પ્રકારની છેડછાડ કરવામાં આવી છે. વીડિયો વિશે અમુક લોકોનુ કહેવુ છે કે 'લાગે છે ડોનાલ્ડ ટ્ર્મ્પ નો ફ્લાઈ ઝોનમાં આવી ગયા છે.' આ વીડિયો વિશે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોનુ કહેવુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એકદમ બરાબર પેન્ટ પહેર્યુ હતુ પરંતુ તેમના વિરોધીઓને કોઈને કોઈ બહાનુ જોઈએ ટ્રમ્પની મજાક ઉડાવવા માટે. વળી, એવા ઘણા હાઈરોઝિલ્યુશન વીડિયો પણ સામે આવી રહ્યા છે જેમાં જાણવા મળી રહ્યુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે પેન્ટ પહેર્યુ છે તેમાં ઝિપર લાગેલુ છે.
|
2024 રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી મીટિંગને સંબોધિત કરીને કહ્યુ કે, 'આપણે ચૂંટણીમાં નૉર્થ કેરોલિના જીતવા જઈ રહ્યા છે. આપણે જમીની સ્તરે ચૂંટણી સંબંધિત રૂપરેખા તૈયાર કરી રહ્યા છે જેથી આપણે એ સુનિશ્ચિત કરી શકીએ તે આપણે ચૂંટણીમાં જીત મેળવી શકીએ અને મારો હેતુ 2024 રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નૉર્થ કેરોલિનામાં રિપબ્લિકન પાર્ટીને જીત અપાવવાનો છે.' અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ નૉર્થ કેરોલિના સ્ટેટમાં નૉર્થ કેરોલિના રિપબ્લિકન કન્વેન્શનમમાં કાર્યકર્તાઓને સંબોધિત કરવા દરમિયાન 2024 રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તાલ ઠોકી દીધી છે.
નૉર્થ કેરોલિના છે ટ્રમ્પની પાર્ટીનો કિલ્લો
તમને જણાવી દઈએ કે નૉર્થ કેરોલિના રાજ્ય હંમેશાથી ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પાર્ટી માટે મજબૂત કિલ્લો રહ્યો છે. અમેરિકામાં છેલ્લી 13 રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીએ નૉર્થ કેરોલિનામાં 11 વાર જીત મેળવી છે. જો કે, ડેમોક્રેટિક પાર્ટીના જિમ્મી કાર્ટરે 1976માં અને બરાક ઓબામાએ 2008માં નૉર્થ કેરોલિના સ્ટેટમાં જીત મેળવી હતી. વળી, ગઈ રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પણ નૉર્થ કેરોલિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી.