નવી દિલ્લીઃ એઈમ્સમાં આજથી કોરોના વાયરસની વેક્સીન કોવેક્સીનની બાળકો પર પણ ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવશે. આ પહેલા પટના એઈમ્સે 12 વર્ષથી 18 વર્ષ દરમિયાનના બાળકો પર પહેલા જ વેક્સીનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. પટના એઈમ્સ બાદ હવે દિલ્લી એઈમ્સ પણ બાળકો પર કોવેક્સીનની ક્લીનિકલ ટ્રાયલ કરવા જઈ રહી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા તરફથી અનુમતિ મળ્યા બાદ દિલ્લી એઈમ્સ આ ટ્રાયલ કરવા જઈ રહી છે. ક્લીનિકલ ટ્રાયલ પહેલા સ્ક્રીનિંગ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સૌથી વધુ જોખમ બાળકો પર જણાવવામાં આવી રહ્યુ છે. એક્સપર્ટની માનીએ તો કોરોનાની ત્રીજી લહેરથી સૌથી વધુ બાળકો પ્રભાવિત થશે. આ જ કારણ છે કે બાળકો પર પણ કોરોનાની વેક્સીનની ટ્રાયલને શરૂ કરવામાં આવી રહી છે. પટના એઈ્સે રવિવારે વધુ સાત બાળકોને કોરોના વાયરસની વેક્સીનનો પહેલો ડોઝ આપી દીધો છે. 3 જૂને પટના એઈમ્સમાં બાળકો પર વેક્સનની ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી હીત અને પહેલા જ દિવસે ત્રણ બાળકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સીન આપતા પહેલા બાળકોનુ સતત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યુ છે અને ત્યારબાદ તેમને રસી લગાવવામાં આવી રહી છે.
શનિવારે કુલ 21 બાળકોના સ્ક્રીનિંગ રિપોર્ટ સામે આવ્યા તેમાં 12 બાળકોમાં એંટીબૉડી પહેલા જ બનેલી હતી. આ જ કારણ છે કે 9 બાળકોમાંથી 7 બાળકોને પહેલા રસી મૂકવામાં આવી. અત્યાર સુધી પટનામાં કુલ 10 બાળકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. 28 દિવસો બાદ આ બાળકોને વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવશે. પટના એઈમ્સે લક્ષ્ય રાખ્યુ છે કે તે કુલ 100 બાળકોથી વધુ પર વેક્સીનની ટ્રાયલ કરશે.