નવી દિલ્લીઃ દેશમાં બનાવવામાં આવેલા આઈટી નિયમો માટે જ્યાં ગૂગલે સ્પષ્ટ કરી દીધુ કે તે આ નવા નિયમો મુજબ કામ કરશે. વળી, ટ્વિટરે આના પર પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ નથી ત્યારબાદ ભારત સરકારે નવા આઈટી નિયમોના અનુપાલન માટે ટ્વિટરને શનિવારે(5 જૂન) અંતિમ નોટિસ મોકલી છે. માહિતી મુજબ નવા નિયમોના અનુપાલનમાં વિલંબ કરનાર વલણને જોતા સરકારે ટ્વિટરને એક અંતિમ નોટિસ મોકલવાનો નિર્ણય કર્યો છે જેમાં તેમણે આ જરૂરિયાતોનુ તરત જ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે જ કહેવામાં આવ્યુ છે કે જો આમ કરવામાં ન આવ્યુ તો પછી સરકાર કાનૂની કાર્યવાહી કરવા માટે મજબૂર હશે.
સરકાર તરફથી બનાવવામાં આવેલ નવા નિયમ 26 મેથી પ્રભાવી થઈ ગયા છે. અનુપાલન માટે સોશિયલ મીડિયાના મધ્યસ્થોને આપવામાં આવેલી 3 મહિનાનો સમય પણ સમાપ્ત થઈ ગયો છે. ત્યારબાદ ટ્વિટરે હજુ સુધી આ નિયમોને લાગુ કર્યા નથી. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદ, સંચાર અને કાયદો તેમજ ન્યાય મંત્રીની અધ્યક્ષતામાં આઈટીના મુખ્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક 4 જૂને થઈ હતી.
સરકારી સૂત્રો મુજબ આઈટી મંત્રાલય પેનલ જેમાં મંત્રી રવિશંકર પ્રસાદ શામેલ છે તેમણે ટ્વિટર પર એક અંતિમ અને દ્રઢ નોટિસ મોકલવા માટે કહેવામા આવ્યુ છે જેમાં તેમણે વર્તમાન કાયદાનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે. વળી, આમ ન કરવા પર કાનૂની પરિણામ ભોગવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.