કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં, નીતિ પંચે કહ્યુ - વાયરસ પીક પર હશે જો આપણે ફરીથી...

|

નવી દિલ્લીઃ ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યુ છે. બીજી લહેરનુ જોખમ હજુ ટળ્યુ નથી. આ દરમિયાન નીતિ પંચે ત્રીજી લહેરની ચેતવણી આપી છે. નીતિ પંચના સભ્ય વીકે સારસ્વતે કહ્યુ છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવી શકે છે. એવામાં તેનાથી બચવાની માત્ર એક જ રીત છે વેક્સીનેશન અને કોવિડ-19 નિયમોનુ પાલન. વીકે સારસ્વતે કહ્યુ છે કે ત્રીજી લહેર સામે લડવા માટે આપણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ જે યુવા અને બાળકોને વધુ પ્રભાવિત કરશે. વીકે સારસ્વતે કહ્યુ કે ભારતના મહામારી વિજ્ઞાનિઓએ બહુ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોવિડ-19ની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થવાની સંભાવના છે માટે દેશે વધુને વધુ લોકોને રસી મૂકવી જોઈએ. વળી નીતિ પંચ(આરોગ્ય)ના સભ્ય વીકે પૉલે ચેતવ્યા છે કે, 'જો આપણે ફરીથી કરવાનુ શરૂ કરીએ જે આપણે ડિસેમ્બર, જાન્યુઆરીમાં એક સમાજ તરીકે કરી રહ્યા હતા તો સ્થિતિ ફરીથી મુશ્કેલ સમયમાં જઈ શકે છે અને આગલી કોવિડ લહેર તેજીથી પોતાની ચરમ પર પહોંચી જશે.'

કોરોનાની ત્રીજી લહેર માટે નીતિ પંચે ચેતવ્યા

નીતિ પંચે શુક્રવારે એક ચેતવણી જારી કરીને કહ્યુ કે દેશમાં કોવિડ-19 મહામારીની બીજી લહેરનુ ડાઉન ફૉલ શરૂ થઈ ગયુ છે. દરેક રાજ્યમાં દૈનિક સંક્રમણ અને મોતના આંકડામાં મહત્વપૂર્ણ ઘટાડો નોંધવામાં આવ્યો છે પરંતુ તમે લોકો એ ના સમજતા કે સ્થિતિમાં સુધારો નથી થયો. સ્થિતિ સુધારા પર એટલા માટે દેખાઈ રહી છે કારણકે વાયરસનો મ્યુટન્ટ બદલાઈ ગયો છે. નીતિ પંચ(આરોગ્ય)ના સભ્ય વીકે પૉલે કહ્યુ, 'જો આપણે આ વિચારી લઈએ કે કોરોના ખતમ થઈ રહ્યો છે અને ડિસેમ્બર, જાન્યુઆરીમાં સમાજ તરીકે જે કરી રહ્યા હતા ફરીથી તે કરવાનુ શરૂ કરીએ તો સ્થિતિ ફરીથઈ મુશ્કેલી સમયમાં જઈ શકે છે.' વીકે પૉલે કહ્યુ કે જો આપણે કડકાઈથી કોવિડ-19ના નિયમોનુ પાલન કરીએ તો લહેર પોતાની પીક પર નહિ પહોંચી શકે અને જલ્દી ખતમ થઈ જશે. પરંતુ આપણે અત્યારે એ યાદ રાખવાનુ છે કે જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છ, જો આપણે એ જ ડિસેમ્બર, જાન્યુઆરીવાળી બેદરદારી ફરીથી કરવાનુ શરૂ કરી દઈએ તો તે ચોક્કસ પાછો આવી જશે. તે ગણિતીય રીતે માન્ય છે અને સામાન્ય જ્ઞાનથી પણ માન્ય છે.

કોરોનાથી બચવુ હોય તો વધુ લોકોને વેક્સીનેટ કરવામાં આવે

નીતિ પંચના સભ્ય વીકે સારસ્વતે કહ્યુ કે, 'કોરોનાની બીજી લહેર સામે લડવામાં આપણે ઘણી હદે સારુ કર્યુ છે. આ એનુ જ પરિણામ છે કે સંક્રમણના નવા કેસ ઘણા ઘટી રહ્યા છે. પરંતુ આપણે કોરોનાની ત્રીજી લહેર માટે પણ તૈયાર રહેવુ જોઈએ. ભારતના મહામારી વિશેષજ્ઞોએ ઘણા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે અને સંભાવના છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જ આવશે. માટે દેશે વધુને વધુ લોકોનુ રસીકરણ કરવુ જોઈએ.'

વિશેષજ્ઞોએ કોરોનાની ત્રીજી લહેર વિશે શું કહ્યુ?

વિશેષજ્ઞો અનુસાર ભારતમાં મહામારીની ત્રીજી લહેર આવવી ખૂબ સંભવ છે. પરંતુ આના સમય અને પ્રભાવનુ ચોક્કસ અનુમાન ન લગાવી શકાય કારણકે આ પ્રતિબંધ હટાવવા અને વેક્સીન કવરેજના વિસ્તાર વગેરે પર નિર્ભર કરશે. એ પણ ભવિષ્યવાણી કરવાામાં આવી છે કે ત્રીજી લહેર બાળકોને પ્રભાવિત કરી શકે છે જેના માટે રાજ્ય સરકારો બાળકો માટે કોવિડ દેખરેખ અને સુરક્ષા માટે દિશા-નિર્દેશ પણ જારી કર્યા છે અને રાજ્યો, જિલ્લાધિકારીઓ, પોલિસ, પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક નિગમો માટે નિશ્ચિત જવાબદારી નક્કી કરી છે.

MORE NITI AYOG NEWS  

Read more about:
English summary
Coronavirus third wave in india likely start September-October, Niti Aayog warning.