ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના ટ્વિટર હેન્ડલથી બ્લુ ટિકને હટાવ્યા પછી, ટ્વિટરએ હવે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનાં ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિકને હટાવી દીધું છે. તમને જણાવી દઇએ કે મોહન ભાગવતનાં ટ્વિટર પર 20.76 લાખ ફોલોઅર્સ છે. આપને જણાવી દઈએ કે વેંકૈયા નાયડુના પર્સનલ એકાઉન્ટમાંથી બ્લ્યુ ટીક હટાવીને થોડા કલાકો પછી ફરીથી એકાઉન્ટ ફરીથી વેરીફાઇડ કર્યું હતુ.
મોહન ભાગવતે મે 2019 માં ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું, પરંતુ એકાઉન્ટ બનાવ્યા પછી, તેમણે હજી સુધી એક પણ ટ્વિટ કર્યું નથી. માનવામાં આવે છે કે ટ્વિટર દ્વારા મોહન ભાગવતના એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવવા પાછળનું કારણ ઇનેક્ટિવિટી છે.
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવા પાછળનું પણ આ કારણ હતું. ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટમાંથી બ્લુ ટિકને હટાવવા પાછળ ટ્વીટરે સ્પષ્ટતા કરી છે કે, તેમને એકાઉન્ટમાંથી લોગીન થયાને 6 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે.