નવી દિલ્લીઃ સમલૈંગિકતાને સમાજમાં સમ્માન અને સમાન અધિકાર અપાવવા માટે લાંબા સમય સુધી લડાઈ લડવામાં આવી. અમેરિકાના પ્રેંક કેમનીએ લાંબા સમય સુધી એલજીબીટીના અધિકારો માટે લડાઈ લડી અને હવે તેને એક અલગ ઓળખ મળી ગઈ છે. દર વર્ષે જૂન મહિનાને પ્રાઈડ મંથ તરીકે મનાવવામાં આવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પણ એલજીબીટી પ્રાઈડ મંથની લોકોને શુભકામના આપી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પ્રાઈડ મંથની લોકોને શુભકામના આપી. રાહુલ ગાંધીએ લખ્યુ, 'શાંતિપૂર્ણ લોકોની પસંદનુ સમ્માન થવુ જોઈએ, પ્રેમ પ્રેમ હોય છે.' આ કમેન્ટ સાથે રાહુલ ગાંધીએ રેનબો ફ્લેગ શેર કર્યો છે. કદાચ આવુ પહેલી વાર થયુ છે જ્યારે ભારતમાં આટલા મોટા સ્તરના નેતાએ એલજીબીટી સમુદાયના પક્ષમાં ખુલીને પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે અને સોશિયલ મીડિયા પર તેને શેર પણ કર્યુ છે. રાહુલ ગાંધીની આ પોસ્ટની ઘણી પ્રશંસા થઈ રહી છે. લાખો લોકોએ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
અમેરિકાના એસ્ટ્રોનૉમર ફ્રેંક કેમની ખુદ સમલૈંગિક હતા અને તેમણે એલજીબીટી સમાજ માટે લડાઈ લડી હતી. જે રીતે દુનિયાભરમાં સમલૈંગિકોને ખોટી નજરે જોવામાં આવતા હતા તેની સામે કેમનીએ અભિયાન ચલાવ્ચુ હતુ. મહત્વની વાત એ છે કે સમલૈંગિક હોવાના કારણે કેમનીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેમછતાં ફ્રેંકે પોતાની ઓળખને છૂપાવી નહિ અને સમલૈંગિકોના અધિકાર માટે લડાઈ લડી. તેમણે અમેરિકાની સુપ્રીમ કોર્ટને દરવાજો ખખડાવ્યો એટલુ જ નહિ 1960માં તેમણે વ્હાઈટ હાઉસની બહાર સમલૈંગિકોના અધિકાર માટે પ્રદર્શન પણ કર્યુ. જે રીતે ફ્રેકને ધીમે ધીમે લોકોનુ સમર્થન મળવાનુ શરૂ થયુ તે બાદ અમેરિકી સરકારે એલજીબીટી સમાજની માંગ આગળ ઝૂકવુ પડ્યુ અને ત્યારબાદ જૂન મહિનાને પ્રાઈડ મંથ તરીકે મનાવવામાં આવે છે.
ગૂગલે પણ ફ્રેંકના સમ્માનમાં ડૂડલ સમર્પિત કર્યુ હતુ. ગૂગલે પોતાના ડૂડલમાં લખ્યુ, 'ફ્રેંક અમેરિકામાં એલજીબીટી સમુદાયના અધિકારીની લડાઈ લડનારા મુખ્ય વ્યક્તિ છે, તમારો આભા, તમે હિંમત સાથે આવનારા દશકનો રસ્તો તૈયાર કર્યો.' તમને જણાવી દઈએ કે કેમનીનો જન્મ 21 મે, 1925ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. કેમનીએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. હાવર્ડ યુનિવર્સિટીથી તેમણે ડૉક્ટરેટનો અભ્યાસ એસ્ટ્રોનૉમી સાથે કર્યો. ત્યારબાદ આર્મી મેપ સર્વિસમાં તેમણે નોકરી કરી પરંતુ સમલૈંગિક હોવાના કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ 50 વર્ષ બાદ અમેરિકી સરકારે અધિકૃત રીતે તેમની માફી માંગી. જૂન 2010ના રોજ વૉશિંગ્ટન ડીસીમાં એક રસ્તાનુ નામ ફ્રેંક કેમની રાખવામાં આવ્યુ. ઑક્ટોબર 2011ના રોજ કેમનીનુ નિધન થયુ હતુ.