નવી દિલ્લીઃ કોરોના વાયરસના કહેરે જોતા કેન્દ્ર સરકારે CBSEએ 12માંની પણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ આંતરિક મૂલ્યાંકનના આધારે બધા છાત્રોને પાસ કરવાનો આદેશ આપ્યો. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પણ આ કેસમાં સુનાવણી થઈ. જેમાં કોર્ટે સીબીએસઈ અને કાઉન્સિલ ફૉર ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશનને છાત્રોના મૂલ્યાંકન માટે બે સપ્તાહની અંદર એક યોગ્ય માનદંડ તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે. અદાલતનો આદેશ કેન્દ્રની આ દલીલના એ જવાબમાં આવ્યો કે પરીક્ષા રદ કરવામાં આવી છે.
જસ્ટીસ એએમ ખાનવિલકર અને દિનેશ માહેશ્વરીની બેંચે સુનાવણી દરમિયાન કહ્યુ કે કેન્દ્રનો નિર્ણય બે સપ્તાહ બાદ કોર્ટ સામે રાખવામાં આવે. પીઠે બાળકોના હિતમાં ધ્યાનમાં રાખીને 12માંની બોર્ડ પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી પરંતુ એ પણ સ્પષ્ટ કર્યુ કે અરજીનો ઉકેલ ત્યાં સુધી ન કરી શકાય જ્યાં સુધી કેન્દ્ર મૂલ્યાંકન યોજના સાથે સામે ન આવે.
કેન્દ્રનુ પ્રતિનિધિત્વ કરનાર અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે ચાર સપ્તાહનો સમય માંગ્યો પરંતુ કોર્ટે તેમને બે સપ્તાહ બાદ મૂલ્યાંકન નિર્ણય સાથે આવવા કહ્યુ. વળી, સીઆઈએસસીઈના વકીલે કોર્ટને સમય લંબાવવાની માંગ કરી જેના પર ખંડપીઠે કહ્યુ કે ઘણા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનુ છે એવામાં તમે વિલંબથી પ્લાન લઈને આવશો તો તેમનુ ભવિષ્ય જોખમમાં મૂકાઈ શકે છે. માટે તેનો તત્કાલ નીવેડો આવે તે જરૂરી છે.
કોણે કરી હતી અરજી?
સુપ્રીમ કોર્ટના વકીલ મમતા શર્માએ 7000 માતાપિતા તરફથી એક સંયુક્ત અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટમાંથી નક્કી સીમાની અંદર 12માંના છાત્રોના મૂલ્યાંકનના માનદંડ તૈયાર કરવાની માંગ કરવામાં આવી. સાથે જ 1.2 કરોડ છાત્રોની પરીક્ષાઓ રદ કરવા માટે એક સમાન નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો જેના પર ખંડપીઠે કહ્યુ કે ધીરજ રાખો. આ પ્રક્રિયાને પૂરી થવા જો પછી અમે અન્ય મુદ્દાઓની તપાસ કરીશુ.