CBSE 12માંની પરિક્ષા રદ્દ, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો

|

આ વર્ષે સીબીએસઈની 12માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે. વર્ગ 12માંની બોર્ડની પરીક્ષાઓ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે સાંજે યોજાયેલી મહત્વની બેઠક બાદ પરીક્ષા રદ કરવાની ઘોષણા કરવામાં આવી છે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સહિત કેટલાય કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા હતા. જેમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોના રોગચાળાને કારણે સીબીએસઈની 12માંની પરીક્ષા રદ

કોરોના રોગચાળાને લીધે ઉદ્ભવતા અનિશ્ચિત સંજોગો અને તમામના મંતવ્યને ધ્યાનમાં રાખીને, નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે 12 મા બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. સીબીએસઇ 12 ધોરણના વિદ્યાર્થીઓને નિયત ધારાધોરણ મુજબ ગુણ આપશે. ગયા વર્ષની જેમ, જો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગે છે, પરિસ્થિતિ અનુકૂળ હોય તો સીબીએસઇ તેમને પરીક્ષા આપવાનો વિકલ્પ આપશે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આ નિર્ણયને આવકાર્યો

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પરીક્ષા રદ કરવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું, 'હું ખુશ છું, બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.' 1.5 કરોડ બાળકો દુખી હતા કે તેમનો 12મા વર્ગ સતત ચાલુ છે, તેઓ આગળ કેવી રીતે અભ્યાસ કરશે? દેશમાં કોવિડના કેસ વધી રહ્યા છે, પરીક્ષામાં તેમનો જીવને જોખમ હતુ.

સીબીએસઈની 10 મી પરીક્ષા પણ રદ કરવામાં આવી છે

આ વર્ષે સીબીએસઇએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ધોરણ 10 ની પરીક્ષા રદ કરી દીધી હતી, જ્યારે બોર્ડે 12 ની પરીક્ષા સ્થગિત કરી હતી. સીબીએસઇએ કહ્યું હતું કે 12 મી પરીક્ષા અંગેનો નિર્ણય 1 જૂને લેવામાં આવશે. કોરોનાની સ્થિતિમાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને, પરીક્ષા રદ કરવામાં આવી હતી.

MORE PM MODI NEWS  

Read more about:
English summary
CBSE 12 exam canceled, taken in a meeting chaired by PM Modi
Story first published: Tuesday, June 1, 2021, 20:46 [IST]