102 દિવસમાં ફરી રિપોર્ટ પોઝિટિવ આવી શકે
ICMR અને નેશનલ ટાસ્ક ફોર્સ ફૉર કોવિડ 19ના એક્સપર્ટ્સ મુજબ કોવિડ બાદ જો વ્યક્તિ નૉન-અર્જન્ટ અથવા ઈલેક્ટિવ સર્જવી કરાવવા માંગે છે તો સર્જન તે પહેલાં આરટી પીસીઆર ટેસ્ટ કરાવવા માટે કહેશે. પરંતુ એ દરમિયાન ભલે વ્યક્તિ કોવિડથી સાજો થઈ ગયો હોય પરંતુ તેના શરીરમાં વાયરસનો મૃત ભાગ હાજર હોય શકે છે, જે નુકસાનકારક તો નથી હોતો, પરંતુ તેને પગલે ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે. જ્યારે કોવિડના બીજીવાર ઈન્ફેક્શનની વાત 102 દિવસ બાદની તપાસથી જ કન્ફર્મ થઈ શકે છે. માટે સંક્રામક બીમારીના નિષ્ણાંત સંજય પુજારીએ ટીઓઆઈ સાથેની વાતચીતમાં સલાહ આપી કે વધુ જરૂરી ન હોય તો આવી સર્જરી 102 દિવસ બાદ જ કરવી જોઈએ.
કોવિડ દર્દીઓની સર્જરીમાં ખાસ સાવધાની જરૂરી
જો કે, ઈમરજન્સી સર્જરીના મામલામાં પછી તે કોવિડ દર્દીની વાત હોય કે તેનાથી સ્વસ્થ થઈ ચૂકેલા લોકોના એક્સપર્ટે તેને તત્કાલ તમામ સાવધાનીઓ સાથે કરાવવાની સલાહ આપી હોય. ડૉક્ટર પુજારીએ કોવિડથી બહાર આવી ચૂકેલા લોકોની સર્જરી પહેલાની તપાસમાં કેટલીક ખાસ ચીજોના મહત્વ પર ખાસ જોર આપ્યું છે. એટલે કે, તેમણે કાર્ડિયોપલ્મોનરી સિસ્ટમ પર વિશેષ ધ્યાન આપવાની વાત કહી છે. તેમના મુજબ જે દર્દીઓને કોવિડ થયો હોય, તેમનામાં થાક, શ્વાસમાં કમી અને છાતીમાં દુખાવાના લક્ષણો રહેવા સામાન્ય છે. આ લક્ષણ તપાસના 60 દિવસથી પણ વધુ સમય સુધી હાજર રહી શકે છે. તેમણે ઓપરેશન પહેલાં અમેરિકન સોસાયટી ઑફ એનેસ્થેસિયોલોજીની ગાઈડલાઈન મુજબ રિસ્ક એસેસમેન્ટની પણ એડવાઇઝ આપી છે.
102 દિવસ પહેલાં તપાસ કરાવવી સમયની બરબાદી જ છે
કેટલાક ડૉક્ટર્સે તો ત્યાં સુધી સલાહ આપી છે કે કોવિડથી સાજા થયેલા લોકોની 102 દિવસમાં ફરીથી તપાસ કરાવવી સમયની બરબાદી છે અને તેનાથી ચિંતા જ વધે છે.