કોવિડ 19થી જીવન ગુમાવનારના આશ્રિતો માટે સરકારે પેંશન યોજનાની ઘોષણા કરી
કેન્દ્ર સરકારે શનિવારે કોવિડ 19ને પગલે જીવન ગુમાવનારા આશ્રિતોને પેંશન આપવા સહિત કેટલીય અન્ય સુવિધાઓ પ્રદાન કરવાની ઘોષણા કરી છે. વડાપ્રધાન કાર્યલય તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આશ્રિતો માટે પેંશન ઉપરાંત સરકાર કોવિડ 19થી પ્રભાવિત પરિવારો માટે વધુ અને ઉદાર વીમો વળતરની ખાતરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પગલાથી નાણાકીય સંકટનો સામનો કરી રહેલ પરિવારની પરેશાનીઓ ઘટશે. તેમણે કહ્યું કે સરકાર કોવિડ 10 પીડિતોના પરિવાર સાથે ઉભી છે. પીએમઓએ કહ્યું કે આવા પીડિત પરિવાર સમ્માનથી જીવન જીવી શકે અને જીવન સ્તર સારું બનાવી રાખી શકે તે માટે રોજગાર સંબંધિત મૃત્યુના મામલા અંતર્ગત કર્મચારી રાજ્ય વીમા નિગમની પેંશન યોજનાનો લાભ પણ એવા લોકોને મળશે જેમનું મૃત્યુ કોવિડને કારણે થયું હોય.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ વ્યક્તચિઓના આશ્રિત પરિવારના સભ્ય હાલના માપદંડો મુજબ સંબંધિત કર્મચારી અથવા કાગારના એવરેજ દિવસ પગાર અથવા પારિશ્રમિકના 90 ટકા બરાબર પેંશનનો લાભ મેળવવાના હકદાર હશે. આ લાભ 24 માર્ચ 2020થી લાગૂ માનવામાં આવશે.
કરાર પર કામ કરતા અને આકસ્મિક કામદારોના પરિજનોને લાભ પહોંચાડવા માટે માત્ર એક જ પ્રતિષ્ટાનમાં નિરંતર રોજગાર કરવાની શરતને ઉદાર બનાવી દેવામાં આવી છે. હવે આનો લાભ એવા કર્મચારીઓના પરિવારને પણ મળશે જેમણે પોતાના મૃત્યુની પહેલા પાછલા 12 મહિનામાં પોતાની નોકરી સંભવતઃ બદલી નાખી હતી. બાદમાં વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું, કોવિડ 19ને કારણે પરિવારમાં કમાઈ કરતા સભ્ય ગુમાવી દેનાર પરિવારને ઈએસઆઈસી અંતર્ગત પારિવારિક પેંશન અને ઈપીએફઓ-એમ્પલૉઈ ડિપૉઝિટ લિંક્ડ ઈંશ્યોરન્સ યોજના અંતર્ગત નાણાકીય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. ભારત સરકાર આ પરિવારો સાથે ઉભી છે. આ યોજનાઓના વિસ્તૃત દિશા-નિર્દેશ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે.