મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક સંદિગ્ધ ફોન કોલ આવ્યો હતો, કોલ કરનારે મહારાષ્ટ્ર સચિવાલયમાં બોમ્બ રાખ્યો હોવાનો દાવો કર્યો છે. આ સમાચારથી સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોજલ સ્ક્વૉડ તરત સચિવાલય પરિસર પહોંચી ગયો. તપાસમાં બોમ્બ સ્ક્વોડને કંઈ પણ મળ્યું નહીં. જેને લઈ મુંબઈ પોલીસનું કહેવું છે કે આ ફેક કોલ હોય શકે છે. હાલ આખા પરિસરની તપાસ કરવામાં આવી રહી છે અને કોણે કર્યું અને શા માટે કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર પોલીસે ધમકી આપવા બાબતે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હજુ સુધી કોણે કોલ કર્યો તો તે અંગે જાણી શકાયું નથી. આ અંગે વધુ માહિતીનો ઈંતેજાર છે, બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.